________________
www
૪૬૮ અંધારા રંગમહેલને રાજા માં કશી શંકા નથી, કશે વસવસો નથી. તેમની ખાતર જે મને વ્યથા મેં સહન કરી છે તે આજે મારે સંગાથ કરી રહી છે. જે, જે, તે આવ્યા છે––અહીંજ છે. અંધારે રંગમહેલમાં તે મને સ્પર્શ કરતા અને મારું આખું શરીર પુલકાવલિથી છવાઈ જતું, તેવી જ રીતે તે મારે હાથ હિમણું પકડીને ઉભા છે. અહાહા ! તેજ મધુર પ્રાણોન્માદકારી સ્પર્શ ! હવે કોણ કહે છે કે તે અહીં નથી? સુરંગમા ! તું જે તે ખરી ! તે દબાતા, છૂપાતા, લપાતા આવ્યા છે તે તું નથી જતી ? x x x x અરે ! પેલું કે શું હશે ? સુરંગમા ! આપણી પેઠે આ અંધારી રાતે મુસાફરી કરનાર વળી ત્રીજું કોણ હશે?
સુરંગમા–હાં ! હાં રાણી એ તો કાંચીને રાજા !
સુદર્શન--કાંચીને રાજ! સુરંગમા—તમે જરાએ ગભરાતાં નહિ.
સુદર્શના–ના રે ! હું શું કરવા ગભરાઉં? ગભરાવાના દિવસ તે વહી ગયા.
[ કાંચીને રાજા નજીક આવે છે. ] કાંચી–રાણીમાતા ! તમે બેઉ આ જ રસ્તે જાઓ છે? હું પણ તમારી માફક આજ વાટને વટેમાર્ગુ થયા છું. હવે તમે મારે મનમાં જરાએ ડર રાખશે નહિ.
સુદશના–કાંચીરાજ ! આપણે રસ્તામાં મળી ગયાં તે પણ ઘણું સારું થયું, એમજ થવું જોઈતું હતું. મેં મારું ઘર તર્યું ત્યારે તમે મને મળી ગયા હતા અને આજે હું પાછી ઘેર જાઉં છું ત્યારે પણ તમે મળે છે. આપણું મેળાપનું આવું શુભ સુખજનક પરિણામ આવશે એવું કેઈએ સ્વપ્ન પણ ધાયું હતું ? “
કાંચી-રાણીમાતા ! તમે આ ખરાબ રસ્તે પગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com