________________
પ્રવેશ ૧૯ મા
૪૩૭
હતા તે તે એકલા મારા હૃદયમાં જ સ`ભળાય છે. સુર’ગમા ! તે કાંઈ સાંભળેલું કે પછી એ મારા મનની ભ્રમણા જ ?
સુરગમા—એ વીણા સાંભળવાને માટે તે હુ હમેશાં તમારી સાથેની સાથેજ રહું છું. હુ... સારી પેઠે જાણતી હતી કે, એક દિવસ એ વીણાનુ’ જાદુ પ્રેમની આડે આવતા અતરાયને ઓગાળી નાખશે અને તેટલા માટે હુ રાજ રાજ કાન માંડીને સાંભળ્યા જ કરૂ છું.
સુદના—ત્યારે આખરે તેમણે મને ખુલ્લા ધારી રસ્તા ઉપર રવડતી કરી જ તેમની ઇચ્છાશક્તિ આગળ મારાથી ન ટકાયું. મને તે મળશે ત્યારે સૌથી પહેલુ તે તેમને એ કહીશ કે “મે તમારા આગમનની રાહ જોઈ નથી—હું મારી મેળે વગર તેડી જ આવી છું. '' વળી હું એવું પણ કહીશ કે “તમારી ખાતર હું કઠણ કાંકરા અને ધારવાળા પથ્થર ઉપર ચાલીને અને આખે રસ્તે નિર ંતર કલ્પાંત કરતી, અશ્રુપાત કરતી આવી છું. હું તેમને મળીશ ત્યારે આટલું અભિમાન કરવાનું તે મારે ભાગે રહેશે ?
ઃઃ
27
સુરગમા—એ અભિમાન પણ આખરે નહિ રહે. તમે તેમની પાસે જવા નીકળ્યાં તે પહેલાં પણ તે આવ્યા હતાજ; નહિ તેા તમને આ રસ્તે ચાલવાની પ્રેરણા જ કાણે કરી ?
સુદના—તું કહે છે તેમ પણ ાય. મારા મનમાં જ્યાં સુધી માનભગનેાડખ સાલ્યા કરતા હતા ત્યાંસુધી મને એવું જ લાગ્યા કરતું કે, તેમણે મને સદાને માટે ત્યજી દીધી છે. પણ મારૂં અભિમાન, મારી મેટાઇ એ બધાંને ફેકી દઈને હું જ્યારે તેમના બેાજામાંથી છૂટી થઈ ગઇ અને ખુલ્લા રસ્તા ઉપર ચાલતી થઈ ત્યારે મને ખબર પડી કે, હું એકલી નહિ પરંતુ તે પણુ મારી સાથે જ બહાર આવ્યા છે. રસ્તા ઉપર આવી ત્યારની હું તેમને શેાધી રહું છુ, પણ હવે મારા મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com