________________
प्रवेश १५ मो
[સ્થળ-મંડપમાં રાજાઓ બેઠા છે ] વિદ–કાંચીરાજ ! તમે અંગ પર એક પણ અલંકાર નથી પહેર્યો તેનું શું કારણ?
કાંચી–કારણ કે રાજકુમારીને પરણવાની મને જરા પણ આશા નથી. ઘરેણાં પહેર્યાથી મારા પરાજયની શરમમાં બેવડો વધારે જ થાય ને?
કલિંગ–પણ તમારે માથે છત્ર ધરીને ઉભે છે તે તમારે અંગ વાળી નાખે છે ને? તે પગથી માથા સુધી હીરા મેતીથી લદાઈ ગયા છે.
વિરાટ–બાહ્ય સૌન્દર્ય અને ભપકે કેવાં નિરર્થક છે તે સિદ્ધ કરવાને કાંચીરાજને ઈરાદે હવે જોઈએ. પોતાના બળના અભિમાનથી છકી જઈને બહારનાં આભૂપણ વગેરેની તે ઉપેક્ષા કરતા જણાય છે.
કેશલ–હું તેની ખંધાઈ પૂરેપુરી સમજી ગયો. છું. બીજા બધા રાજાઓ આભૂષણે પહેરીને બેઠા હોય તેમની વચમાં પિતાની નરી સાદાઈનું પ્રદર્શન કરીને તેને પિતાની મોટાઈ સાબિત કરવી છે.
પાંચાલ–મને તેમાં બહુ ડહાપણું નથી લાગતું. સ્ત્રીની દષ્ટિ તે પતંગીઆની માફક બહારના રૂપ અને ભપકા ઉપર મોહિત થાય છે, અને જ્યાં હીરામોતીને પ્રકાશ જુએ ત્યાંજ ઢળી પડે છે.
કલિંગ–પણું આપણે આમ રાજકુમારીની રાહ જોઇને કયાં સુધી બેસી રહેવાનું?
કાંચી-કલિંગરાજ ! એમ અધીરા શું થઈ જાઓ છે? સબૂરીનાં ફળ મીઠાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com