________________
प्रवेश १४ मो
[ સુદર્શન અને સુરંગમા મહેલના ઝરૂખામાં ઉભાં છે]
સુદના–ત્યારે મારે રાજાઓની સભામાં જવુંજ પડશે ? એ સિવાય પિતાજીની જિંદગી બચાવવાને કેઈ ઉપાય નથી?
સુરંગમા—કાંચીના રાજાએ એવુંજ કહેવડાવ્યું છે.
સુદર્શના–રાજા થઈને તેને આવું બોલવું ઘટે ? શું તે પોતાને મોઢેથી જ આવું બોલ્યા ?
સુરંગમા–ના, તેને દૂત સુવર્ણ અહીં આવીને એ પ્રમાણે કહી ગયે.
સુદના–ધિક્કાર છે મારા જીવતરને !
સુરંગમા–વળી તેણે પિતાના રૂમાલને છેડે બાંધેલાં થોડાંક ચીમળાઈ ગયેલાં ફૂલ બતાવ્યાં અને બોલ્યાઃ “તારી રાણુને કહેજે કે વસંતોત્સવના ઉપહાર તરીકે આપેલાં આ પુષ્પ જેમ જેમ ચીમળાય છે અને સૂકાય છે, તેમ તેમ તેઓ મારા હૃદયની અંદર વધારે તાજા અને પ્રફુલ્લિત બનતાં જાય છે.”
સુદર્શના–બસ કર, બસ કર; મારે હવે એને લવારે નથી સાંભળ. તેનું પારાયણ કરીને મને દુખી ન કર.
સુરંગમા–જુઓ, રાણીજી! સામેના મંડપમાં રાજાએ બેઠા છે. જેણે પિતાના મુકુટના ઉપર પુષ્પની માળા સિવાય શરીરે કઈ પણ આભૂષણ પહેર્યું નથી તે કાંચીને રાજા છે. અને તેના માથા ઉપર છત્ર ધરીને પાછળ ઉભે છે તે સુવર્ણ છે.
સુદર્શનાએજ તે સુવણ? તું ખાત્રીથી કહે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com