________________
પ્રવેશ ૧૦ મા
૪૩૭
સુદર્શનાઆપણા રાજાજી—વળી ખીજુ કાણુ ? તેમનાથી મારા વિના રહેવાય જ નહિ ને! આટલા બધા દિવસ તેમને મારા વિના કેમ ચાલ્યું, એ જ મેાટી નવાઇની વાત છે.
સુરંગમા—રાણીજી ! એ આપણા રાજા હૈાયજ નહિ.
'
સુદર્શના~~~ નહિ કેમ ? ” તું પાછી અહુ જાણે તા ! તારા રાજા કઠોર છે, નિમાઁમ છે, નિર્દય છે, ખરૂ ને ? તે કેવા નિય અને કઠાર છે તે આપણે હવે જેઇશું. હું પહેલેથી જ જાણતી હતી કે, તે આવ્યા વગર રહેવાના જ નથી--મારી પાછળ દોડયા દોડ્યા આવશે. સુર'ગમા ! જોજે, તું સાક્ષી છે. મે... આજ સુધીમાં એક ક્ષણવાર પણ તેમને મેાલાવ્યા નથી. તારે સાહેદી પૂરવી પડશે. તુ' જોઇ રાખજે ને તારા રાજા પાસે હું હાર કબૂલ કરાવ્યા વિના છેડનાર નથી. તું જોઈ આવ અને કાણુ આવ્યુ છે તેની તપાસ કરીને મને ખખર આપ. (સુરંગમાં બહાર જાય છે.) પણુ તે આવીને મને કહે કે પાછી ચાલ તા મારે તેમની સાથે જવું કે નહિ ? કદી નહિ. નેવનાં પાણી માલે ચઢે તાપણુ હવે તેમને ઘેર તે ન જ જાઉં.
[ સુર’ગમા પાછી આવે છે. ] સુરંગમા—રાણીજી ! એ રાજા નથી. સુદર્શનારાજા નથી ! તું ભૂલ તે નથી કરતી ? શું ત્યારે એ હજી પણ નથી આવતા ?
સુરંગમારાણીજી ! મારા રાજા આવે ત્યારે આવી ધૂળ ન ઉઠે. તે તેા આવે ત્યારે એવા આવે કે તેના આન્યાની કોઈને ખબર પણ ન પડે.
સુદર્શના—ત્યારે તા એ
સુરંગમા—હા, હા, તેજ, તમારા મનમાં છે તેજ, તે અને કાંચીને રાજા બેઉ આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com