________________
પ્રવેશ ૮ મા
૪૨૦
રાજા-તમારી મરજીમાં આવે તેમ કરવાને તમે પૂરેપુરાં સ્વતંત્ર છે.
સુદ ના--હવે તેા તમે મારી પાસે ઉભા છે તે જ હું સહન કરી શકતી નથી. મારું હૃદય તમારી સામે અળવે પોકારી રહ્યું છે. તમે શા માટે—અરે ! તમે મને આ કરા છે શું? તમે આવા કેમ થઈ ગયા છે? તમે સુંદર છે, મનમેાહન છે. એવું એવું જૂઠાણુ તે બધા મને શા માટે કહી મરતા હતા ? તમે તે કાળરાત્રિના જેવા-કાળી શાહી સરખા છે. ના, ના, તમને હું કદી પણ ચાહનાર નથી. હું જેને ચાહું તેને મેં હવે જોચા છે—તે શિરીષ પુષ્પના જેવા નાજુક, માખણ જેવા સુકામળ અને પતગીઆના જેવા સુદર છે.
રાજા--તે મૃગજળના જેવા મિથ્યા છે, પરપોટા ના જેવા પાકળ છે.
સુદર્શના--ભલે જેવા છે તેવા, પણ તમારી પાસે તે! હું નથીજ ઉભી રહેવાની--મસ નહિ જ. હું તમારી પાસેથી ચાલી જઈશ. તમારૂં ને મારૂં ઐક્ય કદી થઇ શકેજ નહિ. પરાણે પરાણે કરૂં તાપણ તે મિથ્યા અને કૃત્રિમ. મારું હૃદયહવે તમારાથી દૂરનું દૂર જ રહે છે.
રાજા-પણ તેને પાછું વાળવા માટે તમારા તરફથી જરા જેટલા પણ યત્ન નહિ કરે ?
સુદર્શના--યત્ન ! યત્ન તેા હું ગઇ કાલની થોડા કરી રહી છું ? પણ જેમ જેમ હું મારા મનને સમજાવું છું', તેમ તેમ તે તમારી સામે બળવાખાર બનતું જાય છે. હવે હું તમારી સાથે જેટલા વખત રહીશ તેટલેા વખત હું ભ્રષ્ટ થઇશ. મે... મારા શિયળના, મારા સતીત્વના ભંગ કર્યાં છે એ વિચાર મારા ક્ષણ વાર પણ કેડા નહિ મૂકે.
રાજા-ત્યારે મારાથી તમે જેટલાં દૂર જઈ શકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com