________________
प्रवेश १० मो
[ રાજમહેલની અંદરના એક ઓરડામાં સુદર્શન અને સુરગમાં વાત કરતાં બેઠાં છે. ]
સુદશના–સુરંગમા ! તું મારી પાસેથી ચાલી જા. મારા હૃદયમાં દારુણ ક્રોધ ઉછળી રહ્યો છે–હું કેઈનું મેટું જોઉં છું અને મને કાંઈ કાંઈ થઈ આવે છે–તારી આવી શાંતિ અને સહનશીલતા જોઈને પણ મને પાર વગરને ખીજવાટ ઉત્પન્ન થાય છે.
સુરંગમા–તમને કેના ઉપર ક્રોધ ચઢે છે?
સુદના–તે તે હું જ જાણતી નથી; પણ મને એમ થઈ આવે છે કે, ભલે તમામ પદાર્થ અને પ્રાણીમાત્ર, સૌ ચૂર્ણવિચૂર્ણ થઈ જાઓ-જગતને સર્વતઃ પ્રલય થઈ જાઓ અને હું એ વિનાશ જેઉ જેલ ને હરખાઉં. મેં એક પળવારમાં મારી રાજરાણી તરીકેની પદવીને ત્યાગ કરવાને નિશ્ચય કરી નાખે તે શું આ નાનકડી અંધારી બખોલ જેવી કોટડીમાં સાવરણું લઈને પૂજે વાળવા માટે અને આખો દિવસ ગદ્ધાવૈતરું કરવાને માટે મારા શ્રાદ્ધના દીવા શા માટે આખા જગતમાં ઠામ ઠામ સળગતા નથી! શા માટે ધરતીકંપથી આખી પૃથ્વી હાલી નથી ઉઠતી ! મારું પતન તે કાંઈ ક્ષુદ્ર ઝાડવાનું એકાદ ક્ષુદ્ર ફૂલ ખરી પડયું હેય તે નજ બનાવ છે? ના, ના, એ તે કઈ ઉગ્ર તેજથી ભભૂકતે તારે ખરતાં ખરતાં પણ આખા આકાશને પિતાની જ્વાલાથી સળગાવી મૂકે, મહાકાશને ભેદીને પાતાળમાં ઉતરી પડે તેવું જાજવલ્યમાન મારું પતન છે.
સુરંગમા–વનમાં દાવાનળ સળગે અને તેના ભડકા ચારે દિશામાં ફેલાઈ જાય તે પહેલાં શેડે વખત તે તે અંદરનું અંદર ધૂમાયા કરે ને? હજી જરાક વાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com