________________
અધારા રંગમહેલના રાજા
૪૧૮
તેટલાં દૂર જાઓ. ખીજુ` શું થાય ?
સુદર્શના--પણ તમે મને જતી અટકાવતા નથી એટલે હું તમારાથી દૂર પણ જઇ શકતી નથી. તમે મારા કેશ પકડીને એમ કેમ કહેતા નથી કે “ખસ, તારે નથી જવાનું ?’’ તમે મને મારતા કેમ નથી ? મને એક વાર ખૂબ મારા, મરાય તેટલી મારેા, સખતમાં સખત સજા કરે. કેમ નથી કરતા ? તમે તે! ટાઢા ટપ થઇને હું જેમ કરૂં તેમ કરવા દો છે; તેથી તેા હું ખીજવાટથી ગાંડી બની ગઈ છું—હવે મારાથી આ નથી સહન થતું.
રાજા——હું કાંઈજ કરતા નથી, અને તમને ચાલ્યાં જતાં અટકાવતા જ નથી એવું એવું તમે શા માટે માની લ્યેા છે ?
સુદના—પણ તમારી આવી રીતભાત મારાથી હુવે સહન કરી શકાતીજ નથી. મારે કાને પડતા બીજા તમામ અવાજોને ઢાંકી દે એવા વીજળીના કડાકા જેવા કઠાર અને ગંભીર અવાજથી શા માટે તમને મૂકીને નહિ જવાની આજ્ઞા નથી કરતા ? મને સહેલાઈથી વગર સજાએ શા માટે છેાડી સૂકા છે ?
રાજા—હુ તમને તમારી મરજી મુજન્મ થવા દઇશ, પણ તમને મારી સાથેના સબંધ તાડીને ચાલ્યાં તા નહિ જ જવા ઉં'.
સુદર્શના—નહિ જવા દે ? એમ ? ત્યારે જુઓ, હું આ ચાલી.
રાજા—ભલે, જાઓ.
સુદર્શના—પછી મારા દોષ કાઢતા નહિ. તમે મારા હાથ પકડીને બળજબરાઇથી અટકાવી શકત; પણ તમે મને નથી અટકાવી તે યાદ રાખજો. હજી પણ તમે નથી અટકાવતા. હવે હું જવાની જ.
તમારા સિપાઈ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat