________________
પ્રવેશ ૨ જે
૩૯૯
છું. આ નિબિડ અંધકાર જે મને સારો દેખાય છે અને મૃત્યુના જે અપરાજિત લાગે છે તે તમારે મનથી તે કાંઈ જ નહિ ને ? ત્યારે આવા સ્થળમાં આપણી વચ્ચે સંપૂર્ણ ઐક્ય સધાય જ શી રીતે ? આપણું વચ્ચે અંતરાય છે. તેથી આ જગ્યાએ—અહીં—-નહિ બને, કદી નહિ બને, બનવું જ અશકય છે. મારે તે તમને વૃક્ષલતા, પશુપંખી, પાષાણ અને પૃથ્વીમાં સૌમાં નિહાળવા છે.
રાજા–ઠીક, ઠીક; ત્યારે મને કેવાં ઓળખે છે તે ઈશ. પણ કઈ તમને ઓળખાવશે નહિ હૈ? તમે જાતે ઓળખી કાઢે તેજ હું ઓળખાઈશ. કારણ કે કદાચ બીજે કે ઓળખાવે પણ ખરે, પણ તે સાચું કહેતા હશે કે જૂઠું તેની શી ખાત્રી ?
સુદર્શના—હું તમને ઓળખ્યા વગર રહેવાની નથી. અરે! લાખ કરોડેની માનવમેદનીમાંથી પણ તમને ઓળખી કાઢું. મારી આંખ છેતરાય જ નહિ.
રાજા–ઠીક ત્યારે, રાણી ! આજે રાત્રે વસંતની પૂણિમાને મહત્સવ થનાર છે. તમે આપણું મહેલના કઈ ઉચા બુરજ ઉપર બેસજે, અને હું જનસમુદાયની વચમાં ઉભેલો હોઉં ત્યારે તમે પોતાની મેળે મને શોધી કાઢજે.
સુદશના–પણ તમે ત્યાં હશે ખરા ને?
રાજા–હું તે માનવમેદનીની ચારે બાજુએથી વારંવાર દર્શન આપતે રહીશ સુરંગમા !
[સુરંગમાં દાખલ થાય છે] સુરંગમા–રાજાજી ! આ દાસી સેવામાં હાજર છે. શી આજ્ઞા છે? પ્રભુ!
રાજા-આજે રાત્રે વસંતની પૂર્ણિમાને મહત્સવ છે. સુરંગમા–મને શું ફરમાવે છે?
રાજા– આજનો દિવસ તો આનંદ-ઉત્સવને છે, કામ કરવાને નથી; મારા વિહારધાન આજે પૂરબહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com