________________
અંધારા રંગમહેલનો રાજા
અવંતિ–શા માટે ગયા ?
હિણી–મને તેમના કહેવામાં કંઈ સમજ નથી પડતી. તેઓ કહેતા ગયા કે અમને બાગમાંથી એકદમ બહાર ચાલ્યા જવાની રાજાએ આજ્ઞા કરી છે.
અવંતિ–રાજાએ? ક્યા રાજાએ? હિણ–તે તે તેઓ કહી શકતા ન હતા.
અવંતિ–આમાં નકકી કાંઈ ગરબડ છે. એને ભેદ મારે ગમે તેમ કરીને જાણી લેવું જ જોઈએ. મારાથી હવે અહીં એક પળવાર પણ થેભાય તેમ નથી.
(ઉતાવળે પગલે જાય છે.) રોહિણી–હવે મારે રાજાને ક્યાં ખોળવા? રાણીએ મોકલાવેલાં ફૂલ મેં તેમને આપ્યાં ત્યારે તે તેણે મારા તરફ ઝાઝું લક્ષ નહોતું આપ્યું, પણ ત્યાર પછી તે મને નાના પ્રકારની ભેટ સોગાતે આપ્યા જ કરે છે. આ વિનાકારણની ઉદારતાથી મને ઘણે ભય લાગે છે. xxxx અરે ! આ રાતને પહેર આ પંખીઓ શામાટે ઉડાઉડ કરતાં હશે ? એ એકાએક શાથી ચમકી ઉઠયાં હશે? એમને બહાર ઉડવાને હમેશને વખત તે હજી થયે નથી. xxx રાણીની લાડકી હરિણી વળી કેમ પેલી તરફ દેડી જતી હશે? ચપલા ! એ ચપલા ! તે સાંભળતી જ નથી. આવી બિહામણી રાત્રિ તે મેં મારી જીંદગીમાં નથી જોઈ. ચારે બાજુનું ક્ષિતિજ કઈ પાગલની આંખો જેવું રાતું ચેળ થયું દેખાય છે જાણે બધી બાજુએથી એકી વખતે સૂર્ય આથમત ન હાય! ઈશ્વરને પણ આવું કરવાનું શું ગાંડપણ લાગ્યું હશે ! x x xx અરેરે ! હું હવે ભયભીત થાઉં છું; મારે હવે રાજાને ક્યાં ખોળવા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com