________________
કરર
અંધાર ૨ગમહેલનો રાજા
છું, હું રાજદ્રોહી છું. મને સજા કરે, પણ મને મૃત્યુમાંથી બચાવી લ્યો
કાંચી–મૂખ ! એમ ખાલી હવાની આગળ પિકાર અને કલ્પાંત કયે શું વળવાનું હતું? આમ નાહકને વખત બરબાદ કરવા કરતાં રસ્તે શેધ એ વધારે બહેતર છે.
રાજા”—હું અહીને અહીંજ પડી રહેવાને. અહીંથી એક તસુ પણ ખસવાને નથી. મારું જે થવાનું હે તે થાઓ-હું ચે કે ચૂં કરવાને નથી.
કાંચી–પણ આવી મૂર્ખાઈ હું કેમ ચાલવા દઈશ? હું જે આ આગમાં બળી મરું તે તું પણ છેવટ સુધી મારી સાથે સાથે જ.
(બહારથી પિકાર કરે છે) એ રાજા ! અમને બચાવે, અમને બચાવે; અમે આગમાં ચારે બાજુએથી ઘેરાઈ ગયાં છીએ!
કાંચી–બેવકૂફશું જોયા કરે છે? થા ઉભે, એક પળને વિલંબ કર્યો તે મરી ગયા જાણજે.
[ રાણી સુદર્શના પ્રવેશે છે.] સુદર્શન–-રાજાજી ! એ મારા રાજાજી ! મને મૃત્યુમાંથી બચાવે. હું આગમાં ઘેરાઈ ગઈ છું.
“રાજા”—અહીં રાજા જ કોણ છે? હું રાજા નથી. સુદના–ત્યારે કે છે તમે?
રાજા”—હું દંભી છું, હું પાખંડી છું, હું બદમાસ ઠગ છું. (પિતાને મુકુટ જમીન પર ફેકી દઈને) આજે મારે દંભ અને મારાં પાખંડ બધાં ધૂળભેગાં થઈ જાઓ !
(કાંચીરાજ સાથે ત્યાંથી ચાલ્યો જાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com