SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ કરર અંધાર ૨ગમહેલનો રાજા છું, હું રાજદ્રોહી છું. મને સજા કરે, પણ મને મૃત્યુમાંથી બચાવી લ્યો કાંચી–મૂખ ! એમ ખાલી હવાની આગળ પિકાર અને કલ્પાંત કયે શું વળવાનું હતું? આમ નાહકને વખત બરબાદ કરવા કરતાં રસ્તે શેધ એ વધારે બહેતર છે. રાજા”—હું અહીને અહીંજ પડી રહેવાને. અહીંથી એક તસુ પણ ખસવાને નથી. મારું જે થવાનું હે તે થાઓ-હું ચે કે ચૂં કરવાને નથી. કાંચી–પણ આવી મૂર્ખાઈ હું કેમ ચાલવા દઈશ? હું જે આ આગમાં બળી મરું તે તું પણ છેવટ સુધી મારી સાથે સાથે જ. (બહારથી પિકાર કરે છે) એ રાજા ! અમને બચાવે, અમને બચાવે; અમે આગમાં ચારે બાજુએથી ઘેરાઈ ગયાં છીએ! કાંચી–બેવકૂફશું જોયા કરે છે? થા ઉભે, એક પળને વિલંબ કર્યો તે મરી ગયા જાણજે. [ રાણી સુદર્શના પ્રવેશે છે.] સુદર્શન–-રાજાજી ! એ મારા રાજાજી ! મને મૃત્યુમાંથી બચાવે. હું આગમાં ઘેરાઈ ગઈ છું. “રાજા”—અહીં રાજા જ કોણ છે? હું રાજા નથી. સુદના–ત્યારે કે છે તમે? રાજા”—હું દંભી છું, હું પાખંડી છું, હું બદમાસ ઠગ છું. (પિતાને મુકુટ જમીન પર ફેકી દઈને) આજે મારે દંભ અને મારાં પાખંડ બધાં ધૂળભેગાં થઈ જાઓ ! (કાંચીરાજ સાથે ત્યાંથી ચાલ્યો જાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy