________________
प्रवेश ७मो
સ્થળ–રાણના મહેલના દરવાજા આગળ. “રાજા”—કાંચીરાજઆ તમે કર્યું શું?
કંચી–અરે! યાર ! હું તે માત્ર આ મહેલની બાજુના જ બાગને આગ લગાડવા ગયે ત્યાં તે ચોતરફ બધે જ સળગી ઉઠયું! આગ આમ બધે જલદી ફેલાઈ જશે એવું કેણે જાણ્યું'તું ? ચાલ હવે, જે થયું તે થયું, પણ હવે બાગમાંથી બહાર નીકળી જવાનો રસ્તો બતાવ.
રાજા”—મને રસ્તાની માહિતી નથી. આપણને અહીં તેડી લાવનારાઓ તે બધાએ નાસી ગયા.
કાંચી–તે નહિ ચાલે. તું આ દેશને વતની છે; તને રસ્તાની જાણ હોવી જ જોઈએ.
રાજા'દરબારી બારના અંદરના ભાગમાં હું અને ત્યાર અગાઉ કદી પેઠે ન હતે.
કાંચી–તારૂં બધું ડહાપણુ જવા દે અને મને સીધે રસ્તે બતાવ; નહિ તે તને ઉભે ને ઉભે ચીરી નાખીશ.
રાજા”—એવી રીતે જે તમારે મારે જાન લે હેય તે લે; એથી તમને બાગમાંથી બહાર નીકળવાને રસ્તે ભાગ્યે જ મળે.
કાંચી–ત્યારે પછી “હું અહીંને રાજા છું–રાજા છું' એમ બધે શાને બકતે ફરે છે?
રાજા'-પણ હું રાજા નથી–ખરેખ રાજા નથી. (એમ કહીને તે જમીન ઉપર લાંબે થઈને પડી જાય છે અને હાથ જોડે છે.) એ મારા રાજા! તમે કયાં છે? મને બચાવે, અરે ! મારી હારે દોડે! હું બળવાખોર ભા, ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com