________________
પ્રવેશ ૭ મે
૪૨૩ સુદર્શના–કહે છે કે હું રાજા નથી? એ રાજા નથી જ ! ત્યારે તે એ અગ્નિદેવ ! મારે ભક્ષ કરે ! મને તમારી વાલામાં બળીને ખાક બનાવી દે ! હે અગ્નિ! હે પાવક! હવે તે હું તમારું જ શરણ લઈશ. તમારામાં જ ઝંપલાવીશ. મારી લજજા, મારી વાસના, મારી તૃષા-બધાંને બાળીને ખાક બનાવી દે !
(રેહિણી આવે છે ). રોહિણું–તમે કયાં જાઓ છે? એ રાણીજી ! અંદર ન જાઓ ! ન જાઓ! તમારા બધા જ ઓરડામાં આગના ભડકા ઉઠ્યા છે, મારું માને. તમે અંદર ન જાઓ.
સુદર્શના–બસ, હું જવાની જ. મારા બળતા એરડાઓમાં પેસવાની. એ આગમાંજ હું મારી ચિતા રચીશ.
( રાણું મહેલમાં જતી રહે છે )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com