________________
प्रवेश ८ मो
[ અધારા ર'ગમહેલમાં રાજા અને સુદના રાણી ] રાજા-રાણી ! તમે જરા પશુ ડરશે નહિ. તમારે ડરવાનું કાંઈ જ કારણ નથી. તમારા આરડા સુધી આગ આવવાની જ નથી.
સુદના--મને આગના જરાય ડર નથી. પશુ.... પણ મારી લજ્જા મારી પાછળ પાછળ ભડભડતી આગની માફક ચાલી આવે છે. મારૂં માહુ, આંખા, હૃદય મારા શરીરના એકે એક અવયવ આગમાં બળી જળીને જાણે ખાક થતા જાય છે.
રાજા—થાડા વખત તે લાગશે, પરંતુ વખત જતાં તમારી એ જવાલા પણ શમી જશે અને તમને શાંતિ થશે.
સુદર્શના—કદી નહિ, કદી જ નહિ. એ આગના ભડકા અળ્યા જ કરશે; કદી નહિ હાલવાય !
રાજા—રાણી ! તમે એમ હતાશ કેમ થાઓ છે.?
સુદ નારાજાજી ! તમારી આગળ હું હવે કશુંજ ગુપ્ત નહિ રાખું ××××× મારી ડાકમાં હાર છે તે બીજાના આપેલા છે.
રાજા—એ હાર પણ મારા જ છે ! તે વળી ક્યાંથી લાવવાના હતા ? મારા ઓરડામાંથી તે ચારી ગયેા હતા.
સુદર્શના——છતાં પણ તે તેના આપેલા છે, અને જી પણ તેને ફેકી દેવાનું મારૂં જિગર ચાલતું નથી ! જ્યારે આગના ભડકા મારી ચારે બાજુએ ફરી વળ્યા ત્યારે તેની અંદર એ હારને ફેકી દેવાનું મને મન થઈ આવ્યું હતું, પણ નાખતાં મારા જીવ ન ચાલ્યે!-મારાથી નજ ફેકી દેવાયે. મારૂં મન મને કહેવા લાગ્યું કે “મરતા સુધી એ હાર તારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com