________________
પ્રવેશ ૮ મા
૪૫
ડાક ઉપરથી રખે ઉતારતી ' ×××××_રાજાજી ! હું તમને જોવાનેજ મહાર આવી એટલામાં આ તે કઈ જાતની આગમાં હું દીવાની આગળ આંધળા થઇ ગયેલા પતગીઆની માફક કૂદી પડી ! હાય હાય રે ! મારૂં, મારા હૃદયની વેદના જીભે કહી નથી જતી! આગ તા ભડકે ને ભડકે સળગતી જ જાય છે અને છતાં તે આગની અંદર શેકાતી, ચણુચણતી, મળતી મળતી પણ હું હજી જીવું ... !
રાજા—પણ તમારે મને જોવાજ હતા તે આખરે જોચે તે ખરે જ ને! તમારા મનની ઈચ્છા તેા પૂ થઈ. હવે શુ છે ?
સુદર્શના——પણ મારે તમને આવા ભયાનક પ્રલયની વચ્ચે જોવા નહાતા તા ! અરે ! આંખે શું જોયું તેનું અત્યારે મને પૂરું ભાન તેા નથી રહ્યું; પણુ આ રાજાજી ! હજી મારૂં હૃદય ભયથી ધ્રૂજી રહ્યું છે.
રાજા-શું જોયુ તે કહેા તે ખરાં.
સુદના——ભયાનક ! અત્યંત ભયાનક દશ્ય ! તેની ફરીથી કલ્પના આવતાં પણ હું કપી ઉઠું છું. કાળમીઢ જેવું ઘાર કરાળ કાળુ તમારૂ સ્વરૂપ ! તમે આવા કાળરાત્રિ જેવા શ્યામ છે ! એક અતિ દારુણ ક્ષણુવારજ મને તમારા સ્વરૂપની ઝાંખી થઇ ગઇ. આગના ભડકાના પ્રકાશ તમારા ચહેરા ઉપર પડયા-કેાઇ પ્રચડ ધૂમકેતુ પેાતાની કારમી પાંખા વી'ઝતા, રાત્રિની સ્યામતાને સળગાવી મૂકતા, એકાએક જાણે મારા દૃષ્ટિપથ ઉપર આવીને ઉભા હેાય એવુ તમારૂ' પ્રલયરાશિ જેવુ' નિદારુણ સ્વરૂપ ! ~~મેં તરત જ મારી આંખે। મીચી દીધી-મીજી વાર તમારી સામે જોવાનું મારામાં સામર્થ્ય જ ન રહ્યું. અહાહાહા ! પ્રલયકાળના મેઘરાશિ જેવું, તેાફાની અસીમ મહાસાગરના પ્રમત્ત - ત્તગ મહામેાજ સધ્યાની ઘેરી બિહામણી રક્તિમા વડે પ્રેાજજ્વલ બનીને તાંડવ નૃત્ય કરતા હાય એવું કરાલ કાળું કાળું તમારૂ' સ્વરૂપ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com