________________
અંધારા રંગમહેલના રાજા રાજા–મેં તે તમને પહેલેથી જ કહી રાખ્યું હતું કે, મને જોવાની યોગ્યતા કેળવાઈ ન હોય ત્યાંસુધી મારું દર્શન તમારાં અગર કેઈનાં પણ નેત્રોથી નહિ સહન થાય. મારા ઉપર નજર પડતાની સાથેજ હરકેઈને મારાથી દૂર દૂર પૃથ્વીના છેડા સુધી ભાગી જવાનું મન થાય છે. આવા અનેક દાખલા મારા જેવામાં આવ્યા છે. એટલા જ માટે તમારી આગળ એકદમ નહિ પણ ધીરે ધીરે, ક્રમે કમે મારા સ્વરૂપને પ્રકટ કરવાને મારો ઇરાદે હતે.
સુદશના–પણ મારા પાપ પ્રકટયાં અને તમારી આશા માટીમાં મળી ગઈ–વે મારા અને તમારા એક્યના સંભવને વિષે મારા મનથી વિચાર કરવાને પણ અવકાશ નથી રહ્યો.
રાજા-રાણું ! સંભવ નથી કેમ? સમયે બધું જ બની આવશે. સીમા વિનાની, આશાના અંકુર વગરની શ્યામતા જે તમારા આત્માને પણ ઘેરી વળીને તમને ભયત્રસ્ત કરી રહી છે તેમાંથી જ તમને એક દિવસ સાંત્વના મળશે, તે જ તમારા ઉદ્ધારને માર્ગ અજવાળશે; નહિ તો પછી મારા પ્રેમનું પ્રજન જ ક્યાં રહ્યું?
સુદર્શના–તે નહિ બને, કદી નહિ બને. તે સંભવજ કયાં રહ્યો છે? તમારે એકલાને પ્રેમ શું કરવાને હતો? મારે પ્રેમ હવે તમારા ઉપર રહ્યો જ નથી. સૌંદર્યના જાદુને હું શિકાર થઈ પડી છું. આ ગાંડપણ મને છોડનાર નથી, મારે આ નશો ઉતરનાર નથી. તેણે મારી આંખને આંજી દીધી છે. મારાં સ્વપ્ન ઉપર સોનેરી ચાદર બિછાવી દીધી છે. મેં મારા અપરાધની તમારી આગળ પૂરેપુરી કબૂલાત કરી દીધી છે. તમારી મરજીમાં આવે તેવી મને સજા કરે.
રાજા–સજાની શરૂઆત તે કયારનીએ થઈ ચૂકી છે.
સુદર્શના–પણ તમે મને કાઢી નહિ મળે તે હું તમને છોડીને ચાલી જઈશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com