________________
૪૦૬
અંધારા રંગમહેલને રાજા
- ૧
તરફ શકની નજરે જોતા હતા, પણ વખત જતાં જેમ જેમ મારા અનુયાયીઓની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ લોકોની શંકા પણ ઓછી થતાં થતાં સાવ નાબુદ થઈ ગઈ. હવે તો મારે કશું જ કરવું પડે એમ નથી. જનસમુદાય પોતાના સમૂહની વિશાળતા જોઈને પોતાની મેળેજ ભ્રાન્તિમાં પડીને મારી પાછળ પાછળ તણાય છે અને બીજાને તાણું લાવે છે.
કાંચી–ત્યારે એટલે સુધી તો બરાબર ઘાટ ગોઠવાય છે. હવે જે, અમે બધા તને ટેકે આપીએ અને તારી કુમકે ઉભા રહીએ; પરંતુ તારે પણ તેના બદલામાં અમે કહીએ તે કરવું પડશે.
“રાજા”—તમારી આજ્ઞા અને તમારે હાથે પહેરાવેલે રાજમુકુટ બેઉ હું માથે ચઢાવું છું. હું બેઉને પવિત્ર માનીને તેમની આમન્યા રાખીશ.
કાંચી–અત્યારે તો અમારે સુદર્શના રાણીને જેવા ઉપરાંત બીજી કશીજ ઈચ્છા નથી. તારે તેટલી ગોઠવણ તે કરી આપવી જ પડશે.
રાજા”—હું મારે બનતે પ્રયાસ કરીશ.
કાંચી–તારા પ્રયાસ ઉપર તે અમને ઝાઝી શ્રદ્ધા છે જ નહિ. માત્ર તારે તે અમે કહીએ તેટલું જ કર્યા કરવાનું છે. હવે તું પૂરેપુરા રાજવંશી ઠાઠમાઠ સહિત દરબારી મોત્સવમાં ભાગ લેવા વિહારદ્યાનમાં ઉપડી જા. આગળ ઉપર શું કરવું તે અમે પછી કહીશું.
(બધા જાય છે ) [બુદ્રા દાદા અને લોકોનું ટોળું દાખલ થાય છે.]
પહેલે માણસ–એક વાર નહિ, બે વાર નહિ, પણ પાંચસો વાર મારે કહેવું જ પડે છે કે, આપણા ઉપર રાજા રાજ્ય કરે છે એ વાતજ પૂરેપુરી તર્કટી છે.
બુકા દાદા–માત્ર પાંચ જ વાર શામાટે? આટલે બધે ઉગ્ર આત્મસંયમ રાખવાની કોઈ જ જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com