________________
૪૯૭
પ્રવેશ ૩ જે તને તેથી સંતોષ થતો હોય તે પાંચ હજાર વાર શા માટે કહેતે નથી !
બીજે માણસ–પણ આવું મુએલું ગંધાતું જૂઠાણું જ્યાં સુધી ચાલવાનું હતું?
બુ દાદા–પણ દસ્ત! એના વડે હું મુએલ પાછે જીવતે થયે ને?
ત્રીજે માણસ–અમે આખી દુનિયાને જાહેર કરી દઈશું કે, આપણું ઉપર રાજા રાજ્ય કરે છે એ હડહડતું જૂઠાણું છે. ભૂતના ભડકા જેવું, અંધકારના ઓળા જેવું એ મિથ્યા છે.
પહેલો માણસ–અમે છાપરે ચઢીને બેસવાના કે, અમારે કોઈ રાજા છે જ નહિ. જે તે હોય તે ભલે તેનાથી થાય તે કરી નાખે.
બુફા દાદા–તે કાંઈજ નહિ કરે.
બીજે માણસ–મારે પચ્ચીસ વરસને જુવાન જોધ દીકરો ફક્ત સાત દિવસ તાવ આવ્યો ને મરી ગયો! સારા રાજાના રાજ્યમાં આવી વિપત્તિ પડે ખરી?
બુ દાદા-પણ તારે તો હજી બીજા બે છોકરા છે. અને મારા તો એક પછી એક પાંચ પાંચ દીકરા ચાલ્યા ગયા તેનું કેમ?
ત્રીજે માણસ–૯, હવે તમારે શું કહેવું છે ?
બુકાદાદા–વળી શું કહેવાનું હોય? છોકરા તે ગયા પણ સાથે સાથે હું મારા રાજાને પણ ગુમાવી બેસું એ મને સાવ ભેટ નહિ માનતા હો.
પહેલો માણસ–પેટમાં દશ દશ શેરના ખાડા પડ્યા હોય અને રાજા છે કે નથી તેની ચર્ચા કરવા બેસવું એના કરતાં કઈ વધારે મોટી મૂર્ખાઈ? રાજા આવીને કંઈ અમને ભૂખમરામાંથી ઉગારવાને હતો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com