________________
પ્રવેશ ૫ મો
હતે એમ? મારા હૃદયનાં કેસુડાના રંગથી હું તારો વાધે રંગ્યા વગર છડું કે?
(બધા જાય છે) [કાંચીને રાજા અને “રાજા” દાખલ થાય છે.]
કાંચી–જે, મેં તને કહ્યું તે પ્રમાણે તારે બરાબર અમલ કરવાનું છે તે ધ્યાનમાં રાખજે. જરાએ ભૂલ ન થવી જોઈએ.
“રાજા”—અરે! ભૂલ કેવી થાય? કાંચી–રાણી સુદર્શનાને મહેલ માં છે. “રાજા”––હા રે હા, એ જગ્યા મારી દીઠેલી છે.
કાંચી--હવે તારે કરવાનું માત્ર એટલું જ કે, ત્યાં જતાં વારને જ બગીચામાં આગ લગાડી દેવી અને તેથી કરીને મહેલમાં ગરબડ ગોટાળો થાય એટલે તારે પેલું કામ પાર ઉતારીને ચાલ્યા આવવું.
રાજા"--નહિ ભૂલું.
કાંચી––વળી જે, એ બનાવટી રાજા ! મારી હવે લગભગ ખાત્રી થઈ ગઈ છે કે, આપણે એક બાબતની નકામી દહેશત રાખીએ છીએ–ખરું જોતાં આ દેશનો કેઈ રાજા છેજ નહિ.
“રાજા”—-આ દેશની અરાજકતાને અંત આણ એ જ મારે એકમાત્ર ઉદેશ છે. સાધારણ જનતાને એ સ્વભાવ છે કે, તેમને ખરે યા કલિપત પણ રાજા તે જોઈએ જ. અરાજકતા અનેક અનર્થની જનેતા છે.
કાંચી – ધર્મનિષ્ઠ કહિતચિંતક! તારે આ અલૌકિક આત્મત્યાગ અમારે સૌએ ધડે લેવા જેવું છે; પણ તારે તે તેની ચિંતા કરવી જ નહિ. તે હમણાં કહી તે અસાધારણ લેકસેવા તે હું પોતે જ બજાવવાને છું; તારે ભાગ તે નહિ આવે.
(બેઉ જાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com