________________
प्रवेश ३ जो
સ્થળ–વિહારે ધ્યાન આગળ. પા –અવનિન, કેશલ, કાંચી અને બીજા નગરના રાજાઓ.
અવન્તિ–આ દેશને રાજા આપણે સત્કાર કરવા નથી આવતે એ શું?
ચી–આ તે કાંઈ રાજ્ય કરવાની રીત છે? રાજા એકાદ જગલમાં મહોત્સવ કરવા બેઠે છે અને ત્યાં ગમે તેવા હલકા અને સામાન્યમાં સામાન્ય પ્રજાજનને પણ ભાગ લેવાની છૂટ છે !
કેશલ–આપણે માટે ખાસ એલાહેદા તબુ ઉભા કરાવવા જોઈતા હતા અને આપણે સત્કારને માટે બધું તૈયાર રહેવું જોઈતું હતું. પણ આ શું?
કાંચી–અહીંના રાજાએ જે અત્યારસુધીમાં આપણે સારૂ ખાસ નોખા તંબુ તણાવ્યા નહિ હોય તે આપણે તેને તેમ કરવાની ફરજ પાડીશું.
કેશલ–આ બધું જોતાં હરકોઈ માણસને સ્વાભાવિક રીતે શક જાય કે, આ લોકને કેઈ રાજાજ નથી. આપણે ઉડતી ગ૫ સાંભળીને જ અહીં અથડાઈ મૂઆ છીએ.
અવન્તિ–કદાચ રાજાની બાબતમાં તેમ હોય પણ ખરું. પરંતુ અહીંની રાણી સુદર્શન વિષે તે કાંઈ શક લાવવા જેવું છેજ નહિ.
કેશલ–તેની ખાતર તે હું અહીં સુધી ઘસડાઈ આવ્યો છું; નહિ તે હું અહીં આવું શાને? જે માણસ હમેશાં ગુપ્તને ગુપ્ત જ રહે છે તેને જે તેઓ શું અને ન જે તેઓ શું ? પણ જે રાણી આ નગરનું સર્વોપરિ આકર્ષણ છે તેને જોયા વગર જે આપણે અહીંથી ચાલ્યા જઈએ તે મૂર્ખાઈ કહેવાય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com