________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૯
શે ? પણ સાથે સાથે ઉદારભાવે સ્વાર્થ ત્યાગ કરવાને સંબંધ જતન કરીને સાચવશે નહિ તે આત્મસંમાન રાખશે કેવી રીતે? રાજહાટમાં ઉપાધિ ખરીદતી વેળાએ તે એ નુકસાનને નુકસાન માનતું નથી ને ? પરંતુ ખરા રાજા થવાને એક માત્ર સ્વાભાવિક અધિકાર તે છે, તેની પ્રજા પાસે. તે બહુ લેકને પ્રભુ છે, બધુ છે, રક્ષક છે, બહુ લેકને મંગળકર્તા છે, પૃથ્વીમાં આવડું મોટું ઉચ્ચપદ મેળવીને એ પદની જવાબદારીનું રક્ષણ નહિ કરે ?
એમ ન માનશે કે, દર બેસીને પૈસા નાખવાથી રૈયતનું ભલું કરી શકાશે. એ સંબંધે એક વાત યાદ રાખવી પડશે. એક વખતે જમીનદારની ખબર લેવા હું બહારગામ ગયે હતું. ત્યાં સાંભળ્યું કે, પોલીસના એક ઉંચા અધિકારીએ ગામના માછીઓનું ઘણું નુકસાન કર્યું ને પછી પોલીસ તપાસને બહાને એ ગામના ગૃહસ્થાના ઘરમાં પણ અશાન્તિ કરી મૂકી. મેં દુઃખી માછીઓને બેલાવીને કહ્યું કે, તમે એ ગુનેગાર અધિકારીની સામે દિવાની કે ફેજદારી, રુચે તેવી ફરિયાદ કરી; હું કલકત્તાથી મોટે વકીલ લાવી કેસ ચલાવીશ. તેઓએ હાથ જોડી કહ્યું કે,
ફરિયાદ જીતવામાં ય લાભ છે ? પોલીસની વિરુદ્ધ ઉભા રહી અમે ગામમાં રહીએ કયાં ? ' વિચારી જોયું કે વાત ખરી છે, દુબળ લેક જીતે તોય હાર્યા. અસ્ત્રચિકિત્સા ચમત્કાર છે, પણ ક્ષીણરેગી તો એ ચિકિત્સાને સહી પણ ન શકે અને ચિકિત્સા પૂરી થતા પહેલાં મરી જાય. તે ઉપર મેં વારંવાર વિચાર કર્યા ને છેવટે એ નિર્ણય ઉપર આવ્યું કે, બીજું કઈ દાન તે દાન નથી, શક્તિદાન એજ ખરું દાન છે.
એક કથા છે–એક બકરીનું બચ્ચું એક વાર બ્રહ્માની પાસે ગયું ને આંખમાં આંસુ લાવી બાહ્યું કે “ભગવન્! તમારી પૃથ્વીમાં સૌ કોઈ મને ખાવાની કેમ ઈચ્છા કરે છે?” બ્રહ્માએ ઉત્તર દીધું કે “બાપુ! બીજાને શાને દેષ
ભા. ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com