________________
સાચા ઉપાય
૩૬૫
કે, આપણે મનુષ્યની સાથે મનુષ્યોગ વ્યવહાર કર્યાં છે, ત્યારે તે સમજશે કે વન્દે માતરમ્ ના મત્ર વડે આપણે તે માને વંદન કરીએ છીએ કે દેશનાં નાનાં મેટાં સા જેનાં સતાન છે! ત્યારે શુ મુસલમાન કે શું નામશૂદ્ર, શું બિહારી કે શું ઉડિયા કે શું અગ્રેજી નહિ ભણેલા, કાઈનું પેાતાની શ્રેષ્ઠતાને અભિમાને વ્યવહારમાં કે વાક્યમાં કે વિચારમાં અપમાન નહિ કરીએ. ત્યારેજ સવ માણ્સની સેવા અને સમાન વડે જે સવ પ્રજાના પ્રજાપતિ તેમની પ્રસન્નતા આ ભાગ્યહીન દેશ તરફ આકષી શકાશે; નહિ તા અમે ક્રોધે ભરાયા છીએ માટે દેશના સ લેાકે ક્રોધ કરવા, અથવા અમે અમુક ઈચ્છા કરીએ છીએ માટે દેશના સ લેાકે એવી ઇચ્છા કરીને અમારી સાથે ચાલવું એવું ભાષણેાથી શીખવી શકવુ કદાપિ શક્ય નથી. ક્ષણકાળને માટે કદાચ એક ઉત્સાહના ઉત્તાપ જગાવી શકાશે, પણ તે સત્ય ઈંધણાને અભાવે કદી સ્થાયી થઈ શકશે નહિ. એ સત્ય પદાર્થ તે મનુષ્ય. એ સત્ય પદાર્થોં મનુષ્યનાં હૃદય-બુદ્ધિ, મનુષ્યનુ મનુષ્યત્વ; સ્વદેશી કાપડ કે સ્વદેશી મીઠું નહિ. એ મનુષ્યનું દિવસરાત અપમાન કરી મિલના કાપડની પૂજા કરાય તે આપણે દેવતાનું વરદાન પામીશું' નહિ, પરં'તુ ઉલટુ જ ફળ પામીશું.
એક વાત આપણે ભૂલવી નહિ જોઇશે કે, અન્યાય દ્વારા-અચેાગ્ય ઉપાય દ્વારા કામ કરવાની નીતિ ગ્રહણુ કરીશું તેા કામ તે બહુ ચેાડુ જ થશે; પણ તેથી સમસ્ત દેશની ન્યાયમુદ્ધિ વિકાર પામશે. ત્યારે કાણુ કાને શેને માટે કયી સીમામાં સમાવી રાખશે ? દેશહિતનું નામ દઇને જો કાઈ મિથ્યાને પવિત્ર કરી લે અને અન્યાયને ન્યાયને આસને બેસાડે, તેા અને કાણુ અટકાવશે ? બાળક પણ દેશના હિતાહિત સમયે વિચારક બની જાય અને ઉન્મત્ત પણ દેશની ઉન્નતિના ભાર ઉપાડી લે તે એ ઉદ્ભૂખલતાના ચેપ મધે લાગશે, પ્લેગની પેઠે એને અટકાવવા મુશ્કેલ થઈ પડશે. ત્યારે દેશહિતષિતાના ભય કર . હાથમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com