________________
અધારા રંગમહેલો રાજા
કરવા મંડી ગઈ કે તરતજ મારામાં એવી એક પ્રકારની શક્તિને ઉદય થયો કે તેણે મારી બીજી બધી તમામ વૃત્તિઓ ઉપર પોતાને અધિકાર જમાવી દીધો. x x x x એહેહે ! રાજાજી આવી પહોંચ્યા ! છેક રંગમહેલના બારણું આગળ આવીને ઉભા છે ! હે પ્રભુ ! હે રાજા !
[[ બહારથી ગીત સંભળાય છે.]
તારી મેડીના દરવાજા ઉઘાડ. હું બહાર રાહ જો ઉભો છું.
આજના દિવસને સવારથી સાંજ સુધી મારી પ્રકાશની નૌકાને ફેર પૂરો થયો છે,
આકાશમાં શુક્રને તારે ઝગમગી રહ્યું છે.
મારા પૂજન માટે તે પુષ્પ વીણી રાખ્યાં છે ને? તારી વેણુ તે ચતુરાઈથી ગૂંથી છે ને ? સત્રિની મત ઓઢણી ઓઢી છે ને ?
ગાનાં ધણ ચારે ચરીને પાછાં વળ્યાં છે. પંખી પિતપોતાના માળામાં લપાઈ બેઠાં છે.
ચારે દિશાના આડાઅવળા માર્ગ અંધકારમાં એકાકાર થઈ ગયા છે.
તારી મેડીના દરવાજા ઉઘાડ; હું બહાર રાહ જેતે ઉ .
સુરગમા–એ રાજાજી! તમારી મેડીના દરવાજા તે વળી કોઈથી બંધ રખાયા છે? નથી તેને તાળું કે નથી તેને આગળો-તમે આંગળી વડે જરાક સ્પર્શ કરે એટલે ફડાક કરતાં તે ઉઘડી જશે. તમે તેટલે સ્પર્શ પણ નહિ ક? શું હું આવીને બારણું ઉઘાડું ત્યારે જ તમે અંદર આવશે એમ ?
[ સરગમા ગાય છે.]
મારા સ્વામિન ! તમારી એક ફૂકથી મારા ધટના પટ ખુલી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com