________________
-
1 .
પ્રવેશ ૨ જે.
૩૯૫
^^^
^
^
^
સુદર્શના–તેમના આગમનની તને શી રીતે ખબર પડી જાય છે?
સુરંગમા–તે તે હું તમને શી રીતે સમજાવું? પણ મને મારા હૃદયમાં તેમની પગલીઓના અવાજ સંભળાય છે. આ અંધારા રંગમહેલની અંદર તેની આજ્ઞાંકિત દાસી બનીને રહું છું તેથી મને એક પ્રકારની વિશેષ જ્ઞાનેંદ્રિયની પ્રાપ્તિ થઈ છે–તેના વડે હું આંખે જોયા વગર જાણી શકું છું, અનુભવી શકું છું.
સુદર્શના–તારા જેવી વિશિષ્ટ જ્ઞાનેન્દ્રિય મારે હેય તે કેવું સારું?
સુરંગમા–રાણી! તમને પણ તે મળી જશે. એક દિવસ તમારી પણ તે ઈદ્રિય જાગ્રત થઈ જશે. તેને જોવાની તમારી તીવ્ર ઉત્કંઠા આજે તમારા ચિત્તને અતિશય વ્યગ્ર અને ચંચળ બનાવી દે છે. તેથી કરીને તમારા મનના તંતુએ એકજ દિશા તરફ ખેંચાય છે અને ત્યાં તેને તાણે પુરાય છે. જ્યારે એ તમારી વ્યગ્રતા અને ચંચળતા શમી જશે ત્યારે બાકીનું કામ અતિશય સરળ થઈ જશે.
સુદર્શના–તને દાસીને જે સહેલ છે તે મને રાજરાણીને કેમ અઘરું લાગતું હશે ?
સુરંગમા–હું દાસી છું તેમાંજ મને અઘરું નથી લાગતું ને ? પહેલે જ દિવસે જ્યારે તેમણે મને આ રંગમહેલની સંભાળ રાખવાનું કામ સોંપ્યું તે વખતે તેમણે મને કહ્યું કે “સુરંગમા ! આ રંગમહેલને સાફસૂફ રાખીને હું જ્યારે આવું ત્યારે મારે માટે બેસવા લાયક જ હોય એ રાખજે. બસ, તારું આટલું જ કામ.” તે વખતે મેં કદી પણ એવી ઈચ્છા નથી કરી કે “મને આ અંધારે રંગમહેલ શાને આપો છે? બીજા સેવકે ખાસ્સા અજવાળાથી ભરેલા ઓરડાઓમાં કામ કરે છે તેવું એકાદ કામ મને કેમ નહિ?” આવી ઈચ્છાને મારા મનમાં સ્થાન જ ન આપ્યું. અને જેવી હું નીચી નમીને મને પેલું કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com