________________
૩૮૯
અંધારા પગમહેલને રાજા
[લોકોનું એક ટોળું દાખલ થાય છે] પહેલો માણસ–રાજા! રાજા ! ચાલો અલ્યા ! વહેલા ચાલે. રાજાની સ્વારી આ રસ્તેથી જાય છે.
બીજે માણસ એ ! એ મને ભૂલી જતા. મારૂં નામ વિરાજદત્ત છે, કુશલીવસ્તુ શહેરના ઉદયદત્તને હું પાત્ર થાઉં. તમારા આગમનના સમાચાર સાંભળતાં જ હું અહીં દોડયે આવું છું. રસ્તામાં લકે શી વાત કરે છે તે સાંભળવાને પણ પળવાર ઉભે નથી રહ્યો. હે રાજેદ્ર! મારી તમામ રાજભક્તિ ઉછળી ઉછળીને તમારા ચરણ આગળ ઢળી પડે છે અને તેના પ્રવાહમાં હું અહીં ખેંચાઈ આવ્યો છું. - ત્રીજો માણસ–ચલ, ચલ, તારા કરતાં તે હું પહેલાં આ છું. હું આવ્યું ત્યારે તે મરઘાએ નહે છે . તે ઘડીએ તે અહીં ક્યારે હતો ? ઓ રાજા ! હું વિક્રમસ્થલીને ભદ્રસેન છું. સેવક તરફ નિગાહ રાખજે.
રાજા–તમારી સોની રાજભક્તિ જોઈને હું તમારા ઉપર પ્રસન્ન થયો છું.
વિરાજદત્ત-મહારાજાધિરાજ ! અમારે આપની આગળ ઘણું ઘણી ફરિયાદ કરવાની છે. અમારે ઘણું જાતનાં દુઃખ છે તેને માટે અમારે આપની દાદ માગવાની છે. આપનાં દર્શન જ અમારે માટે દુર્લભ હતાં તેથી અમે કેને પ્રાર્થના ગુજારીએ ? કેની આગળ અમારાં દુઃખની ફરિયાદ કરીએ? રાજા–તમારાં તમામ દુઓને નિકાલ થઈ જશે.
(રાજા જાય છે) પહેલો માણસ–પર્યાઓ ! એમ પાછળ પડી જઇશું તે આપણે દહાડે નહિ વળે. આપણે લેકેના ટોળામાં ભળી જઈશું તે પછી રાજા આપણને શી રીતે ઓળખવાને હતો?
બીજો માણસ-અરે આ| ગમ તે જુઓ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com