________________
. . પ્રવેશ ૧ લે પેલે મૂર્ણો નરોત્તમ શું કરે છે તે જરાક જુઓ તે ખરા? લોકેને કેણીઓના હડસેલા માર મારતે ઠેઠ રાજાની પાસે પહોંચી ગયો અને હાથમાં પંખે લઈને તેને પવન ઢળવા મંડી પડે છે!
માધવ-ખરી વાત કહી; હરામખેરે ભારે હિંમત ચલાવી લાગે છે!
બીજો માણસ–શું એ રાજાની પાસે ઉભે રહેવા લાયક છે? આપણે એને ત્યાંથી તગેડી મૂકો પડશે.
માધવ-હેં રાજા પિતે કાંઈ સમજ્યા વગર રહેનાર છે શું? એની રાજભક્તિમાં ખુલે ખુલાં પાખંડ અને દંભ જણાઈ આવે છે.
પહેલા માણસ–છટુ ! છ ! રાજાઓ આપણી પેઠે પાખંડને ઓળખી શકતા જ નથી. એ મૂર્ખા રાજાની ખુશામત કરવા માટે તેને પં કરે છે તેથી જે તે છેતરાય નહિ તે મને ફર્ કહેજે.
[ભ અને બુઠ્ઠાદાદા દાખલ થાય છે.] કુંભ–(દાદાને) હું કહું તે માને–તે હમણાં જ આ રસ્તે થઈને ગયા.
બુદ્દા દાદા–પણ તે રાજા છે કે બીજે કઈ ભળતે માણસ છે તેને માટે તું કહે છે તેટલી પરીક્ષા પૂરતી નથી.
કુંભ–હું કાંઈ થડે જ ત્યાં એકલે હતે? એક નહિ, બે નહિ, પણ સેંકડે, હજારો માણસેએ તેને નજરોનજર જે તે બધા કાંઈ ભૂલ કરતા હશે?
બુદ્દા દાદા–એટલા જ માટે મને એ વાત ઉપર મૂળથી જ સંદેહ ઉત્પન્ન થાય છે. આપણે રાજા આ ઠાઠમાઠ કરીને, આવડે મોટે રસાલો લઈને લેકની આંખે તેને ભપકાથી અંજાઈ જાય એવી રીતે કદી બહા૨ આવતું જ નથી. તે પિતાના રાજ્યમાં આ પ્રમાણે ધામધૂમ સાથે ફરવા નીકળે એ તેને સ્વભાવ જ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com