________________
૩૪
ભારત ઓ
છે, ત્યારે તેણે કહ્યું કે, એમ હાઇ શકે, પણ આપણે તે પ્રાચ્ય નથી, પાશ્ચાત્ય છીએ.
એ વાંચીને મનમાં આક્ષેપના એધ થયા. આક્ષેપનું કારણ એ કે, આપણા વ્યવહારમાં આપણે પ્રામ્યની વિરુદ્ધના એ મહાન અપરાધનું સમર્થન કરી શકીએ છીએ. બીજાને જોરથી હરાવવાને આપણી મરજી મુજબ ચલાવીશુ એવી અતિ હીનબુદ્ધિને આપણે કાઇ રીતે છે।ડવા ઇચ્છતા નથી. જ્યાં આપણે મેઢેથી સ્વાધીનતાને ઈચ્છીએ, ત્યાં આપણે પેાતાનું કર્તવ્ય બીજાની ઉપર બળથી નાખવાની પ્રવૃત્તિને ઓછી કરી શકતા નથી. તેમના ઉપર જોર નહિ કરીએ તે તેમનું મ ́ગળ થશે નહિ, તેથી ગમે એમ કરીને આપણે તેમના ઉપર કર્તાહર્તા થવુ જોઇશે એમ માનીએ છીએ. આમ હિતઅનુષ્ઠાનના ઉપાય દ્વારા પણ આપણે મનુષ્યના પ્રતિ અશ્રદ્ધા કરીએ છીએ અને એ પ્રકારે અશ્રદ્ધાની ઉદ્ધતાઇ દ્વારા આપણે પોતાનું અને પારકાનું મનુષ્યત્વ નષ્ટ કરીએ છીએ.
જો માણસના ઉપર આપણી શ્રદ્ધા હાય, તે લેાકના ઘરમાં આગ લગાડવાની અને મારફાડ કરી બદમાશી કરવાની પ્રવૃત્તિ આપણે કદી કરીએ નહિ; ત્યારે તે આપણે પરમ ધૈય થી માણુસની બુદ્ધિને, હૃદયને, માણુસની ઇચ્છાને મગળની દિશાએ, ધર્મની દિશાએ આકષી પ્રાણ પાથરવા તૈયાર થઇએ; ત્યારે આપણે માણસનેજ ચાહીએ. માણસ કશું કાપડ પહેરે છે કે કયું મીઠું ખાય છે એ વાતને સાની આગળ ધરીએ નહિ. મનુષ્યને ચાહવુ એટલે તેની સેવા કરવી, જુદાઇ દૂર કરવી, પેાતાને નમ્ર બનાવવા, માણસની સાધના કરવી. તેને કઇ પ્રકારે આપણા મતમાં લાવવાને આપણા દળમાં ખેંચી લાવવાને તાણાતાણી મારામારી ન કરતાં એની આગળ આત્મસમર્પણ કરવુ પડે. એ જયારે જાણશે કે, આપણે તેને આપણા મતમાં લાવવા બળપૂર્વક ચેષ્ટા કરતા નથી, આપણે તે તેના મગળને માટે ભાગ આપ્યા છે, ત્યારે તે સમજશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com