________________
સાચો ઉપાય
૩પ૭
પણ બિહારીને, ઉડિયાને કે આસામીને પિતાના કરી લેવાના કદી પ્રયત્ન કરતા નથી, પણ તેમને પિતાનાથી હલકા માની-અવજ્ઞા કરી દુઃખી કરે છે.
આથી બંગાળામાં જે ભાગના લેક પિતાને બંગાળી કહે છે તે ભાગ બહુ મોટે નથી, અને તેમાં પણ જે ભાગ ફળફૂલ વડે લીલે, ધનધાન્યથી પૂરે, જ્યાંના લેક શરીરે બળવાન, મને તેજ, મલેરિયા અને દુષ્કાળે જેમના પ્રાણને સારભાગ ચુસાઈ ગયે નથી એ ભાગમાં મુસલમાન વધારે છે; એ ભાગમાં મુસલમાનોની સંખ્યા વર્ષે વર્ષો વચ્ચે જાય છે, ત્યારે હિન્દુની દિવસે દિવસે ઘટયે જાય છે.
એવી સ્થિતિમાં આ બંગાળીઓના બંગાળાના જે એવી રીતે ભાગ કરી નાખવામાં આવે કે જેથી મુસલમાન બંગાળા અને હિન્દુ બંગાળ એક રીતે તૂટી જાય તે બંગાળા જે ખંડિત દેશ ભારતવર્ષમાં એક પણ હશે નહિ.
એવે સમયે બંગવિભાગને માટે આપણે અગ્રેજ રાજની સામે ગમે એટલે કોધ કરીએ અને એ ક્રોધ પ્રકટ કરવાને વિલાયતીને ત્યાગ આપણે માટે ગમે એટલો આવશ્યક હોય, પણ એના કરતાં પણ મોટું કર્તવ્ય આપણું કયું હતું? રાજાએ કરેલા વિભાગથી આપણે પોતાનામાં વિભાગ ન થાય એવી વ્યવસ્થા કરવા આપણે પોતે પ્રયત્ન કરવા.
એ તરફ દષ્ટિ ન કરતાં આપણે બહિષ્કારના વ્યાપારને એવું એકમાત્ર કર્તવ્ય માની બેઠા કે ગમે તે પ્રકારે એ બહિષ્કારને વિજયી બનાવવા તૈયાર થયા, અને તેને વિજયી બનાવવાને આપણે એવા જોરથી જીદ પકડી કે બંગવિભાગના જે પરિણામથી ડરીને આપણે તેને મહારોગ કહેતા હતા, તેજ પરિણામને આપણે આગળ ધરીને સહાયતા આપી.
આપણે ધેય બેઈ બેસીને સાધારણ ઈચ્છા-અનિછાને, અગવડ-સગવડને વિચાર માત્ર કર્યા વિના વિલાયતી કાપડનો અને મીઠાને બહિષ્કાર કરવા જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com