________________
૩૫૬
ભારતધર્મ
છે. ધર્મગત અને સમાજગત કારણે મુસલમાનમાં હિન્દુએ કરતાં ઐય વધારે છે. તેથી કરીને શક્તિનું મુખ્ય સાધન તેમની અંદર રહેલું છે. એ મુસલમાનોને કંઈ ભાગ ભાષા, સાહિત્ય, શિક્ષા વગેરેને કારણે હિંદુઓ સાથે અનેક અંશે બંધાયેલ છે. જે બંગાળાના મુખ્ય હિન્દુઓ અને મુખ્ય મુસલમાને એક વાર બે ભાગે વહેચાઈ જાય, તો ધીરે ધીરે હિન્દુ-મુસલમાનનાં સર્વ બંધન સહજમાં શિથિલ બની જાય.
નકશામાં લીટી દેએ હિન્દુથી હિન્દુને જુદો પાડી શકાય નહિ. કારણ કે બંગાળી હિન્દુમાં સામાજિક ઐકય છે. પણ હિન્દુ અને મુસલમાનમાં ભેદ રહી ગયે છે; ભેદ કેટલો છે તે બંને પરસ્પર પાસપાસે છે એટલા જ ઉપરથી પ્રત્યક્ષભાવે અનુભવી શકાય નહિ; બંને પક્ષ એક રીતે તે મળી ગયા હતા.
પણ જે ભેદ છે તેને રાજા જે પ્રયત્ન કરીને વધારવા ચાહે અને બે પ્રશ્નને યથાસંભવ સ્વતંત્ર કરી નાખે તે ધીરે ધીરે હિન્દુમુસલમાન દૂર થતા જાય અને પરસ્પરમાં ઈષ્યવિદ્વેષની તીવ્રતા વધે એમાં કંઈ સંદેહ નથી.
અસલ વાત એ છે કે, આપણા દુર્ભાગ્યે દેશમાં ભેદ ઉભો કરે એ કંઈ કઠણ નથી; મિલન કરાવવું એજ કઠણ છે. બિહારીઓ બંગાળીના પાડોશી છે અને બંગાળીઓ બહુ દિવસથી બિહારીઓની સાથે મળીને કારભાર કરે છે; પણ બંગાળીઓની સાથે બિહારીઓનું એકમન નથી એ વાત બિહારવાસી બંગાળી માત્ર જાણે છે. શિથિલ ઉડિયાએ બંગાળીઓથી પિતાને સંપૂર્ણ સ્વતંત્ર કરવાને દંડે ખડે કરવા ઉત્સુક છે, અને આસામીઓની પણ એ જ અવસ્થા છે. તેથી ઉડિયા, આસામ, બિહાર અને બંગાળાને એક કરી આપણે જે દેશને બહુ દિવસથી બંગાળા દેશ માનતા આવ્યા છીએ તેના સર્વ રહેવાસીઓ પિતાને બંગાળી માનવાને કદી સ્વીકાર કરતા નથી અને બંગાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com