________________
૩૫૮
ભારતધામ
બીજી કોઈ વાતે સારા નરસાને વિચાર કરવાની ઈચ્છા પણ ન કરી. પછી તે લેકની સંમતિ મેળવી લેવામાં થતે વિલંબ પણ આપણે સહન કરી ન શક્યા, અંગ્રેજને હાથે તેનું કર્મફળ દેખાડવા માટે આકુળ થઈ ગયા.
એ સંબધે આપણે પરિણામે દેશના નીચેના વર્ગના લેકની ઈચ્છા અને સગવડને કચડી નાખવાની સ્થિતિ કરી મૂકી, એ વાત સ્વીકારતાં સારું તે લાગતું નથી જ, પણ વાત ખોટી છે એમ પણ કહી શકતું નથી.
એનું ફળ એ થયું છે કે, વાસનાની અતિ ઉગ્રતા વડે આપણે પિતાનીજ ચેષ્ટાથી દેશના એક દળને આપણું વિરુદ્ધ ખડું કર્યું છે. તેમને આપણું મરજી પ્રમાણે કેટલે સુધી કાપડ પહેરાવી શક્યા એ તે હું જાણતું નથી, પણ તેમનું મન તે આપણે બેઈજ બેઠા. અંગ્રેજની સાથે શત્રુતા કરવાથી આપણે કેટલા કૃતકાર્ય થયા છીએ એ તે હું કહી શકતું નથી; પણ દેશની અંદર શત્રુતા જગાવી દીધી છે, એમાં તે સંદેહ માત્ર નથી. આપણે સર્વ સ્થાને મુસલમાન અને નીચેના વર્ગના હિન્દુઓને અડચણમાં નાખીને વિરોધ જગાડી મૂક્યા છે, એ વાત સાચી છે– એટલે સુધી કે જેઓ બાયકોટના કલ્યાણથી ઘણે લાભ પામ્યા છે, તે પણ આપણી વિરુદ્ધ પડ્યા છે એનાં પણ પ્રમાણ છે. એનું કારણ કે, આપણે કામમાં પ્રવૃત્ત થતા પહેલાં અને સાથે સાથે એમનાં મન મેળવી લીધાં નહિમન મેળવી લેવાના પ્રયત્ન પણ કર્યા નહિ, આપણું ઉપરને એમને અવિશ્વાસ પણ દૂર કર્યો નહિ. આપણે એમને આપણુ મત પ્રમાણે ચલાવવાની અને કામે લગાડવાની ચેષ્ટા કરી છે, પણ એમને પાસે લીધા નથી. એટલા માટે અકસમાત્ એક દિવસ એમના ઘરની પાસે જઈને એમને ઢળી ઉઠાડયા; ત્યારે તેઓ સંદેહ અને વિરોધ કરી જાગી ઊઠયા. એમને પોતાના કરી લીધા વિના એમની પાસેથી આત્મીયતાને દાવો કર્યો છે, અને જે ઉત્પાત લેક કઈ રીતે સહન કરી શકે નહિ, તે ઉત્પાત વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com