________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૫૪
નિષ્ઠ યુવકે સમસ્ત સંકટને ઉવેખી સ્વદેશહિતને માટે સ્વ૨છાત્રત ધારણ કરે છે તે સેવે આ સભામાં સમસ્ત બંગદેશના આશીર્વાદ પામે ! રક્તવર્ણ પ્રભાતે તમે જ સાથી વહેલા જાગ્યા છે અને અનેક દુઃખ વેઠ્યાં છે. તમારા એ. પૌરુષને નાદ માત્ર વાઝુંઝારથી પ્રકટ થતું નથી, પણ તૃષ્ણાતુર દેશમાં કરુણુવર્ષણથી પ્રેમનાં વાદળાં એણે ખેંચી આણ્યાં છે. સર્વેએ જેમની અવજ્ઞા કરી છે, અપમાન સહવાને જેમને અભ્યાસ પડી ગયા છે, જેમની સગવડને માટે કેઈ જરા સરખું પોતાને સ્થાનેથી હાલ્યું નથી, ઘરની બહાર જેમણે કદી કોઈની પાસેથી આશા રાખી જાણું નથી, તેઓ આજ તમારા કલ્યાણને અર્થે દેશનાં બાળકને ભાઈ કહેતાં શીખ્યા છે. તમારી શક્તિ આજ જ્યારે પ્રીતિમાં વિકાસ પામી ઉઠી છે, ત્યારે પાષાણ ગળી જશે, મરુભૂમિ લીલીછમ થઈ ઉઠશે, ભગવાન હવે આપણું ઉપર અપ્રસન્ન રહી શકશે નહિ. તમે ભગીરથની પેઠે તપસ્યા કરીને રુદ્રદેવની જટામાંથી આજે પ્રેમની ગંગા આણું છે; એના પ્રબળ પુણ્ય પ્રવાહને ઇંદ્રને ઐરાવત પણ વ્યથા દઈ શકશે નહિ, અને એના સ્પર્શમાત્રથી પૂર્વપુરુષને ભસ્મશશિ સંજીવિત થઈ ઉઠશે. હે તરુણતેજે ઉદ્દીપ્ત, ભારતવિધાતાના દૂતજને! આજ તમને જયધ્વનિ કરીને એ નિવેદન કરું છું કે, અદયોગ કેવળ એક દિવસને નથી. સ્વદેશના અસહાય, અનાથ લેક જે વંચિત, પીડિત અને ભયભીત છે, તે કેવળ કઈ વિશેષ સ્થાને વા વિશેષ કારણે નથી, અને તેમને માત્ર તમારી પિતાની શક્તિથી બચાવી લેવાશે એવી દુરાશા કરતા ના.
જેનાથી બને અને જ્યાં બને ત્યાં તમે એક એક ગામને ભાર માથે લે ને ત્યાં જઈને રહે. ગામને વ્યવસ્થાબદ્ધ કરે; શિક્ષણ આપે; ખેતી, શિલ્પ અને ગામની વ્યવહાર સામગ્રી સંબંધે નવા નવા પ્રયત્ન કરે; ગામડાના લોકનાં ઘર જેથી સ્વચ્છ, સ્વાથ્યકર અને સુંદર બને તે ઉત્સાહ લોકમાં પ્રેરે; અને જેથી તે એકઠા મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com