________________
૩૪૪
ભારતષમ
લાભ થાય ને ગામને ઘી સસ્તુ મળે. વણકર એકઠા થઈ મડળ આંધે અને પેાતાના ગામમાં નાનું કારખાનુ કાઢે, ને તેમાં પેાતાની મજૂરી આપે તે પુષ્કળ કાપડ કાઢી શકે તે દરેકને સગવડ થાય.
શહેરમાં ધનવાનાનાં કારખાનાંમાં મજૂરી કરવા જતાં મજૂરાનુ` મનુષ્યત્વ કેવી રીતે નષ્ટ થાય છે, એ તા સા જાણે છે. વળી આપણા દેશની સ્થિતિ જ જુદા પ્રકારની છે. આપણા સમાજ કુટુબપ્રથા ઉપર 'ધાયેલા છે, આપણી ગૃહનીતિ વિચલિત થાય તે ધમના એક મુખ્ય આધાર ખસી પડે અને સમાજના મસ્થાનમાં વિષને સંચાર થાય. આવી સ્થિતિના આપણા દેશમાં, શહેરમાં, કારખાનાં સ્થાપીને ચારે બાજુનાં ગામડાંના દરિદ્ર ગૃહસ્થાને ત્યાં ખેંચી લઈ જવામાં આવે, તે તેમની સ્વાભાવિક અવસ્થા ભ્રષ્ટ થાય, ઘરથી છૂટાં પડેલાં સ્ત્રી પુરુષા નિરાન’દ કારખાનાંએકમાં કામ કરતાં કરતાં કેવી દુર્ગતિમાં ડૂબી જાય છે એનું અનુમાન કરવું પણું કઠણ છે. કારખાનાથી કેવળ જડ વસ્તુઓની વૃદ્ધિ થાય પણ ચેતન માસના ક્ષય થઈ જાય. એ સ્થિતિમાં સમાજ બહુ ચાલી શકે નહિ. તેથી ગામડાંના લાક એકઠા થઈને જે યત્રાને વ્યવહાર શક્ય હાય તેની સહાયતાથી ત્યાંજ બેઠા કામ કરે તો ઉન્નતિ પણ થઇ શકે ને ચારે બાજુથી રક્ષા પણ થઇ શકે. માત્ર એટલું જ નહિ, પર`તુ જનસાધારણને ઐક્યનીતિમાં દીક્ષિત કરવાના પણ એજ માત્ર ઉપાય છે. પ્રાદેશિક સભા ઉપદેશ અને દૃષ્ટાંતથી એ રીતે જો એક મંડળી બાંધી શકે તેા એ દૃષ્ટાંતની સફળતા જોઇને ચારે દિશામાં જોતજોતામાં એવાં મડળ બંધાઇ જાય.
એવી રીતે ભારતવર્ષના પ્રાન્તા આત્મનિર્ભર અને વ્યૂહબદ્ધ થઈ જાય તેા ભારતવષઁના પ્રદેશમાં પણ કેન્દ્રો સ્થપાય અને એ પ્રાદેશિક કેન્દ્રોમાંથી એક કેન્દ્ર સમસ્ત ભારતવષ ને માટે પણ સ્થપાય, અને ત્યારેજ ભારતવષ નું એ સાચુ` કેન્દ્ર થાય; નહિ તે પરિધિ જેની નિશ્ચિતજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com