________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૪૩
ભંડાર, બેંક વગેરે સ્થાપવાને માટે તેમને શિક્ષણ, સહાયતા અને ઉત્સાહ આપવાં જોઈશે. પ્રત્યેક મંડળ પિતપિતાને એક એક ચોરે બાંધશે, ત્યાં મંડળનાં કામોની ચર્ચા થશે ને અન્ય પ્રકારે આમેદપ્રમોદ પણ કરશે. અને ત્યાં જ મુખીઓ એકઠા થઈ મધ્યસ્થ નીમી ગામના વિવાદ ને મામલાને નિકાલ કરશે.
જમીનદાર અને ખેડુત જ્યાં સુધી પિતપોતાને જુદે માગે ચાલ્યા જશે, ત્યાં સુધી તેમની દશા સુધરવાની નથી. પૃથ્વીમાં ચારે બાજુએ જૂથ બંધાઈ સે પ્રબળ કાર્ય કરે છે; એવી સ્થિતિમાં સિ છુટાછુટા એકેક ભાવે કામ કરે તે તેમને હંમેશને માટે ગુલામગીરી ને મજૂરી કરી મરવું પડશે.
સમય એ આવ્યું છે કે આપણું જેટલી શક્તિ છે, તે બધી એક ઠેકાણે એકઠી કરવી; અમુક વ્યવસ્થામાં બાંધવી પડશે. એમ નહિ કરીએ તે ઢળાવને માગે આપણી નાની નાની શક્તિઓ અને સાધને ઢળી જશે અને બીજા દેશનાં તળાવ ભરી કાઢશે. અન્ન ઉગતાં છતાં આપણને ખાવા મળતું નથી અને આપણે કયે કારણે કેવી રીતે મરીએ છીએ તે આપણે જાણવા પણ પામતા નથી. આજ જેને બચાવવા ઈચ્છીએ છીએ, તેને મેળવી લેવા પડશે. - યુરોપ-અમેરિકામાં ખેતીનાં નાના પ્રકારનાં યંત્ર થયાં છે, આપણે દરિદ્ર હોવાથી એ સૌને ઉપયોગ કરી શકતા નથી. જે દરેક મંડળી અને દરેક ગામ એકત્ર થઈને પિતાની સમસ્ત જમીનને એકઠી કરીને ખેતી કરવા મંડી જાય તે આધુનિક યંત્રોને ઉપયોગ કરી બહુ ખર્ચ બચાવી શકાય, કામને સરળ કરી શકાય અને ઘણે લાભ મેળવી શકાય. જે આખા ગામની શેરડી એક કેલુમાં પીલવાની વ્યવસ્થા થાય તે તેને માટે યંત્ર ખરીદી શકાય ને બહુ લાભ કરી શકાય. શણની ખેતી કરનારા એક થાય તે ગામમાં કોથળા વણાતા થાય, ને બધે નફે ગામમાં રહે. ગોવાળ બધા એકઠા થાય અને ઘીમાખણ કાઢે તે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com