________________
૩૪૬
ભારતધર્મ ધની શક્તિ અંદરથી કામ કરી શકતી નથી, કાયદાના કૃત્રિમ બંધને જે થાય છે તે થાય છે. એક બીજા વિરુદ્ધ તરકટી દાવા કરીને ગામ દારૂડીઆની પેઠે પિતાને નાખે પિતાને ચીરે છે, એને રસ્તે ચઢાવનાર કોઈ નથી. જંગલ ઉગી નીકળ્યાં છે, મેલેરિયા ઘર કરી પડ્યો છે, દુકાળ ફરી ફરી આવે છે; દુકાળ પડતાં આવતી ફસલ સુધી બચવા જેટલે સંચય કરવાનું જોર રહ્યું નથી. ચેર કે પિોલીસ ઘરમાં ચોરી કરવા પિસે, અથવા પોલીસ ચેરીની તપાસ કરવા પસી નુકસાન ને અપમાન કરે, તેમાંથી ઘરને બચાવવા જેટલું ગામમાં એક્યજનિત સાહસ નથી; ત્યાર પછી જે ખાઈને શરીર બળ પામે અને રોગ પા છે હઠી જાય તેની શી દશા તે જુઓ ! ઘી ડબાનું, દૂધ છું, તેલ કટાએલું; જે કંઈ સ્વદેશી વ્યાધિ હતા, તે સઘળા બળ ઉપર સિંહાસન જમાવીને બેઠા; વળી વિદેશી રોગ આવ્યા તે અતિથિ થઈને તેની ચારે બાજુ વીંટાઈ વળી બેઠા; ડીસ્થીરીઆ, રાજયફમા, ટાઈફોઈડ એ સૌ આ લેહી વિનાના હાડ કંકાલ ઉપર “એકસપ્લેઈટેશન”ની નીતિ ગ્રહણ કરી બેઠા છે. અન્ન નથી, સ્વાચ્ય નથી, આનંદ નથી, ભોસો નથી, એકબીજાની સહયોગિતા નથી; લાત પડતાં માથું નમી પડે છે, મૃત્યુ આવતાં કૂતરાને મતે મરીએ છીએ, અન્યાય થતાં અદષ્ટને દેષ કાઢીએ છીએ અને ઘરમાં આપત્તિ આવતાં દેવની ઉપર આધાર રાખીને બેસી રહીએ છીએ. એ બધાનું કારણ શું? એનું કારણ એ કે, જે મૂળમાંથી રસ ચૂસવાને એ મૂળ જ સડી ગયું છે, જે માટીમાંથી જીવવાને માટે બે રાક મેળવવાને તે માટીજ પથ્થર જેવી કઠણ થઈ ગઈ છે, જે ગ્રામ્ય સમાજ જાતિની જન્મભૂમિ અને આશ્રયસ્થાન તે સમસ્તનાં વ્યવસ્થાબંધન છિન્નભિન્ન થઈ ગયાં છે. આજ એજ છિન્ન થયેલા મૂળવાળા વૃક્ષની પેઠે નવીન કાળના નિય પ્રવાહમાં ખેંચાઈ ગયાં છે.
બહારથી આજ પરિવર્તન આવ્યાને કારણે પુરાતન આશ્રય વપરાયા વગરજ સડી જાય અને નૂતન કાળને ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com