________________
૩૩૦.
ભારતધર્મ
એ કારણે જ આપણા રાજ્યકર્તાઓએ જ્યારે ચરમનીતિ ગ્રહણ કરી ત્યારે તેઓ આટલે દૂર આવી પહોંચશે એમ એમણે મનમાં ધાર્યું પણ નહિ હેય. આજે ભારતના રાજ્યકાર્યમાં પોલીસના સામાન્ય પહેરાવાળાથી માંડીને ન્યાયદંડ ધારણ કરનાર ન્યાયાધીશ સુધી સર્વમાં સ્થળે સ્થળે જે અસંયમ ફૂટી નીકળ્યો છે, તેની નકકી ભારતરાજ્યના સુકાનીઓને કલપના પણ નહિ હોય. પરંતુ સરકાર કંઈ અલૌકિક વસ્તુ નથી; શાસનકાર્ય જેમને હાથે ચાલે છે, તે પણ રક્તમાંસનાં માણસે છે અને તેમની પણ પ્રકૃતિમાં થોડે અંશે શક્તિની સાથે મદ પણ રહેલે છે. જે સમયે પ્રવીણ સારથિની પ્રબળ રાશ એ બધાને સખ્ત રીતે ખેંચી રાખે, ત્યારે પણ મસ્ત ઘડો ડેકું વાંકું કરીને થનથનાટ કરે અને છતાંયે રાજ્યની શોભાને કલંક ન લાગે, પણ ત્યારે તે બધા સરખી રીતે પગ નાખે અને તેથી રસ્તે જનારા પાસે થઈને જાય તેપણ તેના હાલચાલ સમજી ગયેલા હોવાથી તેમને કંઈ નુકસાન થાય નહિ. પણ ચરમનીતિ હાથમાંથી રાશિ છોડી મૂકે ત્યારે આ વિરાટ શાસનતંત્રમાં છૂટી મૂકેલી જીવપ્રકૃતિ જોતજોતામાં વિચિત્ર બની ઉઠે. ત્યારે કયા પહેરાવાળાને દંડે ક્યા ભલા આદમીને કપાળને ફેડી નાખશે અને ક્યા ન્યાયાધીશને હાથે કાયદે ભયંકર રીતે મરડાઈ પડશે, એ જાણવાને ઉપાય રહે નહિ. ત્યારે પ્રજાને જે અમુક ભાગ આદર પામે તે પણ સમજી શકે નહિ કે, તેમના આદરની સીમા કયાં આવશે? ચારે બાજુ શાસનનીતિની એવી અભુત દુર્બળતા પ્રકટ થતી જોતાં સરકારને પોતાની ચાલ જોઈને તેનેજ કંઈક કંઈક શરમ આવે; ત્યારે એ શરમ દૂર કરવાને કમિશન નીમે ને તેના રિપિટ નીચે પિતાની શરમ ઢાકે. જેઓ દુઃખી છે તેમને જૂઠા કહી અપમાન આપે અને જેઓ ઉચશૃંખલ છે તેમને દુઃખી કહી આશ્વાસન આપે. પણ એમ કર્યાથી તે કંઈ શરમ ઢંકાતી હશે ? વળી સમસ્ત ઉદ્દામ ઉત્પાતને સંકેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com