________________
૩૨૮
ભારતધર્મ
ક્ષણે સુખદુઃખે, ક્રિયાકમેં તેમને પાસે તાણી લાવી ખભે મેળવી કાર્યક્ષેત્રમાં પાસપાસે ઉભા રહીશું. પણ ભાઈઓ !
એકસ્ટ્રીમીસ્ટ કે ચરમપન્થી કે વધી ગયેલું દળ કે ગમે તે કહે એવું એક દળ આપણા દેશમાં ઉભું થાય છે એવી વાતે સંભળાય છે. એ દળ છે કયાં? પૂછું છું કે આ દેશમાં સા કરતાં મટે અને મૂળ “એકસ્ટ્રીમીસ્ટ કોણ? ચરમપત્વિને ધર્મજ એ કે, એક દિશાએ અત્યંત ઉચે જાય એટલે એજ તાણને બળે બીજી દિશાએ પણ પોતાની મેળે એટલે જ ઉંચે જાય. બંગભંગને કારણે સમસ્ત બંગાળા જેવી વેદના અનુભવે છે અને જે દારુણ ભાવ દુઃખભેગ વડે એ પ્રકટ કરે છે, એવું ભારતવર્ષમાં, મને લાગે છે કે, કદી નહિ બન્યું હોય. પણ પ્રજાની એ સત્ય વેદના તરફ રાજપુરુષ કેવળ ઉદાસીન થઈ ઉભો નથી, ઉલટ ત્રાદ્ધ થઈ તલવાર પકડી ઉભે છે. એ ઉપરાંત ભારતવર્ષને વર્તમાન વિધાતા, જેના અસ્પૃદયના સંવાદમાત્રથી ભારતવર્ષને ચિત્તચકર પિતાની સમસ્ત તૃષાતુર ચાંચ પહોળી કરી એકવારે આકાશમાં ઉડે હવે તેણે પિતાના દર સ્વર્ગલોકમાંથી સંદેશ મોકલ્યું કે, જે થઈ ગયું છે તે એ કેવારે છેવટની સીમાએ પહોંચી ગયું છે, તેમાં હવે બીજું કંઈ થઈ શકે નહિ.
એમ બહેરા થઈને સમસ્ત બંગાળ દેશની ચિત્તવેદનાને એ કેવા છેવટની સીમાએ પહોંચાડી દેવી એ શું રાજ્યશાસનને ચરમપંથ નથી ? એની સામે કઈ જ પ્રહાર ન હોય? અને એ પ્રહાર શું કેવળ નિવભાવે હોય?
એ સ્વાભાવિક પ્રતિપ્રહારને શાન્ત કરવા માટે રાજપુરુષે તે કઈ શાન્ત નીતિ લીધી નહિ; તે તે ચરમની દિશાએજ ચઢવા લાગ્યા. પ્રહાર કરીને તેણે જે મજું ઉઠાડયું, તેને શાંત કરવા માટે તે ઉંચે શ્વાસે માત્ર દંડા ઉપર દંડા મારવા લાગ્યું. એથી તે બળવાન છે એમ સિદ્ધ થઈ શકે, પરંતુ કુદરત કંઈ રાજાની પ્રજા નથી. આપણે દુર્બલ છીએ અને અશક્ત છીએ, પરંતુ વિધાતાએ આપણને હસ્પિડ (હૃદય) આપ્યું છે, તે કેવળ મૃપિંડ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com