________________
ભારતધર્મ
મારે, ત્યારે લાગે કે એ રાગ કરે છે એની મા ઉપરે; પણ ખરી રીતે તે બાળકને કેાઈ અમુક અસ્વાસ્થયનું એ લક્ષણ છે. સુસ્થ બાળક જ્યારે આનંદમાં હોય ત્યારે રાગનું કારણ હોય, તે પણ તે અનાયાસે ભૂલી જાય. એજ પ્રમાણે દેશને આન્તરિક આક્ષેપ આપણને આત્મકલહની દિશામાં ખેંચી જાય છે તે બીજું કંઈ નહિ, પણ વ્યવસ્થાબંધનના અભાવથી પેદા થયેલા વ્યર્થ ઉદ્યમને અસંતોષ છે. શક્તિને અનુભવ કરીએ છીએ અને તેને વ્યવસ્થિત કરી શકતા નથી, એ અસ્વાથ્યને અને આત્મગ્લાનિને કારણે આપણે આપણને સહન કરી શકતા નથી.
જ્યારે આપણે પ્રયોગ કરીને જોઈ શકયા કે, આ બહુ પરિવારથી ભારે થઈ પડેલા દરિદ્ર દેશમાં પણ જાતીય ભંડારમાં પૈસા આવી ભરાવા બહુ મુશ્કેલ નથી, ત્યારે એ આક્ષેપ કેમ કરીને ભૂલી શકાય કે, કેવળ માત્ર વ્યવસ્થા ન કરી શકાય એ કારણે જ એક દિવસના ઉદ્યોગને આપણે કાયમને કરી શકતા નથી? એ તે શું, પણ જે પિસા આપણા હાથમાં આવી પડયા છે તેનું શું કરવું એ પણ આજસુધી નક્કી કરવું આપણને અસાધ્ય થઈ પડ્યું છે, તેથી માતાના સ્તનમાં રૂંધાઈ પડેલા દૂધની પેઠે એ જમા થયેલા પૈસા એક વિષમ વેદનાનું કારણ થઈ પડયું છે. દેશના લોક વ્યાકુળ થઈને પૂછે છે કે, અમે આપવા ઈચ્છીએ છીએ, અમે કામ કરવા ઈચ્છીએ છીએ; કયાં આપીએ, શું કરીએ તેને એક કિનારો મળી આવે તે બચીએ, તે પણ દેશની એ તૈયાર થયેલી ઈચ્છાને સાર્થક કરવાને માટે કઈ એક યજ્ઞક્ષેત્ર તૈયાર નથી, તે પણ બધું કામ છૂટું છૂટું થયા કરે, ત્યારે એવી અવસ્થામાં એવે ખેદે માણસ કશુંય ન કરી શકે એટલે ભાઈભાઈમાં ઝઘડા કરી કમભ્રષ્ટ થાય, અને ઉદ્યમને ક્ષય કરે.
તેમજ ઝઘડાનું લક્ષ્ય પણ તેવું જ અસંગત. આપણામાંથી કેઈ કહે કે, આપણે બ્રિટિશ સામ્રાજ્યની અંદર સ્વાયત્તશાસન જોઈએ; વળી કઈ કહે કે ના, આપણે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com