________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૫
એમ જ જ્યાં હાંક પડી કે તરતજ દેશના લેક આવશ્યક કે અનાવશ્યક કારણને વિચાર કર્યા વિના ત્યાગ કરવાને માટે દેડે છે ને દાન દઈ પિતાને કૃતાર્થ માને છે.
ત્યાર પછી જાતીય વિદ્યાલય કોઈ પણ દિવસે દેશમાં સ્થાપન કરી શકાય, તે માત્ર છેડા ઉત્સાહિકોની કલ્પનામાં જ હતું. પરંતુ દેશમાં શક્તિને અનુભવ થતામાત્રમાં એ દુર્લભ કલ્પનાસામગ્રીએ જોતજોતામાં આકાર ધારણ કરી લીધું અને દેશને આશીર્વાદ દેવાને માટે હાથ ઉચા કરી આપણી સામે આવી ઉભી છે.
એકઠા મળીને મેટાં કારખાનાં કરે એવું બંગાળીએનું ન હતું શિક્ષણ, ન હતી અભિજ્ઞતા કે ન હતી અભિચિ. એમ છતાં યે બંગાળીએ એક મિલ કાઢી છે ને તેને સારી રીતે ચલાવે છે; નાના મોટા એવા ઘણું ઉદ્યોગ સ્થપાઈ ગયા છે.
દેશની ઈચ્છા માત્ર એક જ લક્ષ્યમાં સફળ થઈ છે; દુઃખ અને ઘા ઉપર પોતાની શક્તિને વિજયી બનાવી છે, તેમજ જુદી જુદી દિશામાં જાતીય જીવનયાત્રાના સમસ્ત વ્યાપારમાં સફળ થવાને માટે દોડવું પડશે જ.
પણ જેમ એક દિવસ દેશની એ શક્તિને આપણને સત્ય અનુભવ થશે, તેમ એજ કારણે આપણને આપણુંમાં એક પ્રચંડ અભાવને પણ અનુભવ થયે. જોઈ શકયા કે, આવડી મોટી શક્તિને નિયમે બાંધી રાખવાની કે વ્યવસ્થા આપણામાં નથી; વરાળ જુદી જુદી દિશામાં નષ્ટ થઈ જાય છે, તેને બાંધી કરીને યથાર્થ માગે ચલાવવાને ઉપાય કરી શકીએ તે આપણે સદાને માટે માર્ગે પડીએ-- આ વ્યાકુળતાથી આપણને કષ્ટ થાય છે.
અંદર ગંભીર અભાવ કે પીડા થાય ત્યારે જે સારી રીતે ચિકિત્સા કરીને બરાબર ટાળી શકાય નહિ, ત્યારે તે એ વિના કારણે પણ નવું નવું રૂપ ધારણ કરે. શિશુ અનેક સમય વિના હેતુએ પણ રાગ કરે ને એની માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com