________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૩ પૂવામાંથી પશ્ચિમ સુધી ધ્વનિ ગાજી ઉઠઃ આપણે બંગાબી; આપણે એક બંગાળી કદી બંગાળીની આટલે સમી૫ આવી પડી હોય, લેહીની નાડીએ કદી બંગાળાના સમસ્ત શરીરને એવી રીતે એક ચેતનાના બંધને બાંધી દીધું હોય એવું પહેલાં આવી સ્પષ્ટ રીતે જાણી શક્યા નથી.
આપણી એ આત્મીયતાના સજીવ શરીરમાં વિભાગની વેદના જ્યારે એટલી અસહા થઈ ઉઠી, ત્યારે વિચાર્યું કે, બધા મળીને રાજદરબારમાં જઈ ફરિયાદ કરીએ તે દયા પામીએ. કેવળ ફરિયાદથી જ દયા મેળવી શકાય, એ વિના બીજી કોઈ ગતિ હોઈ શકે એ આપણે જાણતા નહોતા. આ પણ એ નિરૂપાયને ભરે; પારકાની દયા જ્યારે એકદમ નિષ્ફળ થઈ, ત્યારે જે માણસ આજ સુધી પિતાને પાંગળું માનીને બહુ કાળથી અચળ બેસી રહ્યો હતો, તે ઘરમાં આગ લાગતાં સફાળે ઉભે થઈગયે ને જોઈ શક્યો કે, તેનામાં ચાલવાની શક્તિ છે. આપણે પણ એક દિન અંતઃકરણ ઉપર પડેલા એક પ્રહારથી જોઈ શક્યા કે, આપણામાં જેર કરીને બોલવાની શક્તિ છે કે અમે પરદેશીને સ્પર્શ કરીશું નહિ. - આપણી એ શેાધ બીજી સર્વ શોધોની પેઠે પ્રથમ તે સંકુચિત લક્ષ્ય લઈને આપણી સામે ઉભી. અંતે જોતાં જોતાં આપણે સમજી શક્યા કે, લક્ષ્ય એથી તે ઘણું ઊંચું છે. એ શક્તિ ! એ સંપદુ ! એ બીજાને બાંધવા માટે નહિ, પણ પિતાને સશક્ત કરવાને માટે છે. એનું બીજું પ્રજન છે કે ન હે, એને છાતીમાં ઘાલી સત્ય માનીને અનુભવ કરે એ સા કરતાં મોટું પ્રજન થઈ પડયું છે.
શકિતના એ અકસ્માત્ અનુભવને લીધે આપણે પ્રચંડ ભરોસાથી આનંદ પામ્યા છીએ. એ આનંદ ન હોત તો વિદેશી ત્યાગના વ્યાપારમાં આપણે આવું અવિરામ દુઃખ કદી પણ સહન કરી શકતા નહિ. કેવળ ક્રોધની આટલી સહિષણુતા હેય નહિ. ખાસ કરીને પ્રબળની વિરુદ્ધ દુબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com