________________
૩૧૬
ભારતધર્મ
* * *
*
ઉપર સ્વદેશના વ્રતપતિરૂપે અભિષેક કરે. ક્ષુદ્રની સાથે મારામારી કરી દિવસ કાપવા એ કંઈ જય મેળવવાને ઉપાય ન હોયતેની ઉપર આવવામાં જ જાય છે. આપણે આજ આપણું સ્વદેશના કેઈ મનસ્વી પુરુષનું કર્તુત્વ જે આનંદ સાથે, ગૈરવ સાથે સ્વીકારી શકીએ, તે એમને આપણામાંના કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે, કેપના આચરણમાં કાયદા વિરુદ્ધ કંઈ થયું છે કે નહિ, તે તુચ્છથી તુચ્છ થઈ સામયિક ઈતિહાસના કાગળ ઉપરથી એકવારે ભુંસાઈ જશે. વસ્તુતઃ આ ઘટનાઓને તુચ્છ માની ફેકી નહિ દઈએ તે આપણું અપમાન દૂર થશે નહિ. ' સ્વદેશના હિતસાધનને અધિકાર આપણુ પાસેથી કોઈ લૂંટી શકે નહિ-એ અધિકાર દેવદત્ત-સ્વાયત્તશાસન સદાકાળનું આપણુંજ છે. રાજા સૈન્ય લઈને ભલે પહેરે ભરે, રાતા કે કાળા ગાઉન પહેરીને ભલે ન્યાય કરે, ભલે કદી અનુકૂળ ને કદી પ્રતિકૂળ થાય; પણ પોતાના દેશનું કલ્યાણ પિત કરવાને જે સ્વાભાવિક કતૃત્વ-અધિકાર, તે નષ્ટ કરવાની શક્તિ કોઈની જ નથી. એ અધિકાર આપણે પિતેજ નષ્ટ કરી શકીએ. એ અધિકાર જે આપણે ન ગ્રહણ કરીએ તે નષ્ટ થાય. પિતે જ એ અધિકાર ખોઈ બેસી પારકાના ઉપર કર્તવ્યશિથિલતાને દેષ આરેપીએ તે આપણે માથે લાજ પર લાજ! મંગળ કરવાને જેમને સ્વાભાવિક સંબંધ નથી, તેઓ તો માત્ર દયા કરે, તેમની પાસેથી સમસ્ત મંગળ, સમસ્ત સ્વાર્થ ત્યાગ કરવાની આશા રાખવી ને પિતે કશાને ત્યાગ કરે નહિ, એથી કાર્ય જ થાય ના. એવી દીનતાને અનુભવ કરે એ શું કઠણ છે !
માટેજ કહું છું કે, સ્વદેશના મંગળસાધનનું કતૃત્વસિંહાસન આપણી સામે શૂન્ય પડી આપણને પ્રતિક્ષણે લજવાવે છે. હે સ્વદેશસેવકગણ! એ પવિત્ર સિંહાસનને વ્યર્થ કરે ને, એને પૂર્ણ કરે. રાજ્યશાસનને અસ્વીકાર કરવાનું પ્રયોજન નથી-એ તે કોઈ વેળા શુભ, કોઈ વેળા અશુભ, કોઈ વેળા સુખને કોઈ વેળા અસુખને આકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com