________________
દેશનાયક
૩૧૭
આપણા પર થઈને વહી જશે, પણ આપણુ પ્રત્યેનું આપણું શાસન જ ગંભીર, એજ સત્ય, એજ ચિરસ્થાયી; એજ શાસનથી જાતિ યથાર્થ રીતે ઘડાય, બહારને શાસને નહિ. એજ શાસન આજ આપણે શાન્ત દઢ પવિત્ર ચિત્તે ગ્રહીશું. - જો આપણે એ ગ્રહણ કરીએ, તે સર્વે પિતપોતે મેટા થઈ બંધનહીન થઈ ગયે ચાલે નહિ. એક જણને માન્ય આપણે યથાર્થભાવે પિતાને માની શકીએ. એક જણને આપણે સર્વેએ સ્વીકાર કરવો જોઈશે. એક જણને દક્ષિણ હસ્ત આપણી સર્વની શક્તિએ બલિષ્ટ કરી દેઈશું. આ પણ સર્વના વિચાર એમના મંત્રણાભંડારમાં એકઠા થશે અને એમની આજ્ઞા આપણા સર્વની આજ્ઞારૂપે ઘેરઘેર ગાજી ઉઠશે.
જેઓ પીટીશન વા પ્રાટેસ્ટ ( અરજી વા વિરોધ), પ્રણય વા કલહ કરવાને રાજવાડીની સડકે દોડાદોડી કરી મૂકે છે ને એને દેશનું મુખ્ય કાજ માને છે, તે દળમાને હું નથી, એ ફરીથી જણાવવાની જરૂર નથી. આજસુધી જેઓ દેશહિતનું વ્રત ધારણ કરનારા નાયક થતા આવે છે, તેઓ રાજમાર્ગની સૂકી રેતીને આંસુથી અને ધર્મથી સિંચી, ઉત્પાદન કરવાની ચેષ્ટા કરતા આવ્યા છે, તે પણ હું જાણું છું. માછલાવિનાના પાણીમાં જાળ નાખી રાતદિવસ કિનારે બેસી રહે, અંતે માછલાં મળે એવી આશાને એમને નશે ચઢે, એને નિઃસ્વાર્થ નિષ્ફળતાને ન કહેવાય; માનવસ્વભાવમાં એને પણ સ્થાન છે. પણ એટલા માટે નાયકે ઉપર દેષ દઈ શકાતો નથી, એ આપણું ભાગ્યને દોષ છે. દેશની આકાંક્ષા મૃગજળની દિશાએ ન દેડતાં જળાશયની દિશાએ વહે, તો તેઓ તેને નક્કી એ દિશામાં વહન કરી લઈ જાય, વિરુદ્ધ માગે ચાલી શકે નહિ.
ત્યારે નાયક થવાની સાર્થકતા શી, એ પ્રશ્ન ઉઠી શકે. નાયકનું કર્તવ્ય કાર્યપરિચાલન-ભ્રમને માગે છે કે ભ્રમસંશોધનને માગે છે. બ્રાનિરહિત તવદશી નાયકને માટે વાટ જોઈ બેસી રહે કશું કામ થાય નહિ. દેશે ચાલવું જ જોઇશે; કારણ કે ચાલવું સ્વાથ્યકર છે, બલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com