________________
પગના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૨૧
કર્મના પ્રવાહની પણ એજ દશા છે. દેશની નાડીમાં પ્રાણને વેગ ચંચળ થઈ ઉઠતાં કર્મમાં જે વચ્ચે વચ્ચે વિન આવી પડે છે તેથી નિરાશ ન થઈ જઈ એ વાત મનમાં રાખવી કે, જે જીવનધર્મની અતિ ચંચળતાએ એક વાર કોંગ્રેસને આઘાત કર્યો છે, એ જીવનધર્મજ એ આઘાતને અનાયાસે દૂર કરી કોંગ્રેસમાં નવા સ્વાસ્થને સંચાર કરશે. મૃત પદાર્થજ પિતાની કઈ ક્ષતિને ભૂલી શકે નહિ. સૂકું લાકડું જેમ ભાગ્યું તેમજ ભાગ્યું રહે, પણ સજીવ વૃક્ષ નવે પાને નવી ડાળીએ સર્વદા પિતાની ક્ષતિ પૂરી દઈ વધતું ચાલે.
સુસ્થ દેહ જેમ પોતાના ઘાને તુરતજ રૂઝાવી શકે તેમજ આપણે કોગ્રેસને ઘા સત્વર રૂઝાવી દઈશું અને સાથે સાથે એ ઘટનામાંથી મળતું શિક્ષણ પણ નમ્રભાવે ગ્રહણ કરીશું.
એ શિક્ષણ એવું કે જ્યારે કે પ્રબળ આઘાતથી માણસના મનમાંથી ઉદાસીનતા નાશ પામે અને એ ઉત્તજિત અવસ્થામાં જાગી ઉઠે, ત્યારે તેને કારણે જે કામ કરવાનું હોય તે કામમાં મતની વિચિત્રતા અને મતને વિધ સહિષ્ણુભાવે સ્વીકારવો જ જોઈએ. જ્યારે દેશનું ચિત્ત નિજીવ અને ઉદાસીન હોય તે સમયના કાર્યની પ્રણાલી જેવી હોય, તેવી જ પ્રણાલી વિપરીત અવસ્થામાં હોઈ શકે નહિ. - આજે જે અપ્રિય છે તેને બળપૂર્વક ધક્કો મારવાની અને જે વિરુદ્ધ છે તેને પ્રહાર વડે ખસેડવાની ચેષ્ટા કરવાથી ચાલશે નહિ. એ તે શું પણ એવે સમયે તે હાર માનવામાં પણ જય પ્રાપ્ત થાય છે. જીતીશુંજ એવું પણ લઈને બેસાય તે જે મેળવવાની ઈરછા કરીએ તેના ટુકડા ટુકડા કરી નંખાય.
સમસ્ત વિચિત્રતા અને વિરોધને એક વિશાળ વ્યવસ્થામાં બાંધી લેવા એજ આપણે માટે સાથી મેટું શિક્ષણ છે. એ શિક્ષણ જે આપણે માટે અસંપૂર્ણ હોય તે સ્વાયજ્ઞશાસન આપણે માટે અસંભવ થશે. યથાર્થ સ્વાયત્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com