________________
(૩૧૪
ભારતધામ
કરાવી લેવાશે એવી પણ કદીજ આશા રાખી શકાશે નહિ.
સાભાગે આજ દેશને જુદે જુદે સ્થળે પ્રશ્ન ઉઠે છે કે “શું કરીએ, કેવી રીતે કરીએ ? આજ કર્મ કરવાની ઈચ્છા આપણને થઈ છે, કામે લાગ્યા પણ છીએ; એ ઈચ્છા નિરાધાર ન થઈ પડે, આપણા પ્રયત્ન નિષ્ફળ ન થાય, પ્રત્યેકની ક્ષુદ્ર શુક્ર શક્તિ છૂટા છૂટા કણ થઈ નાશ ન પામે તે વિષે આપણે આજ સંપૂર્ણ ધ્યાન દેવું જોઈશે. રેલગાડીની વરાળ સીસોટી વગાડવા માટે નથી, એ તો ગાડી ચલાવવા માટે છે. સીટી વગાડવામાં જ સમસ્ત વરાળ ફેંકી દેવામાં આવે, તે અવાજ તે પ્રચંડ થાય, પણ ગાડી ચાલતી બંધ થઈ જાય. આજ દેશમાં જે ઉદ્યમ ચાલી રહ્યો છે, તેને વ્યવસ્થિત કરી એક નીકમાં નહિ વહેવડાવીએ તે ઘણું વ્યર્થ જાય, પરસ્પર વિરોધ પણ કરે, નવાં નવાં દળ બંધાય અને સામયિક પ્રશ્નો ને આકર્ષણ તુચ્છ કાર્યોને મહાસ્વરૂપ આપી દઈને પોતાની શક્તિને અપવ્યય કરે.
દેશના સમસ્ત ઉદ્યોગને એમ વ્યર્થ થતાં અટકાવીને એક દિશામાં ફેરવી લાવવાને એકમાત્ર ઉપાય એ છે કે કોઈ એક જણને આપણું અધિનાયકરૂપે સ્વીકારે. દેશમાં એકઠા થઈને વાદવિવાદ તે કરી શકાય, પણ તેવી રીતે કામ કરી શકાય નહિ. શાકબજારમાં ગમે તેમ એકઠા થઈને ઝઘડા કરી શકાય, પણ યુદ્ધે ચઢતાં તે સેનાપતિ જોઈએ. વાત કરતાં નાના પ્રકારના લેક એકઠા થઈ સૌ ઉચે સ્વરે પોતપોતાને મરજી મુજબ બોલી શકે, પણ વહાણ ચલાવવાનું હોય તે તે એક ટંડેલની જરૂર પડે. | મારા દેશવાસીઓને આજે હું નમ્રતાપૂર્વક કહું છું કે, તમે કોધના માર્યા આત્માને વિસરે ના. ક્ષોભ મટાડવા માટે માત્ર વિરોધની ચેષ્ટા ન કરો.ભિક્ષા માગવા જઈએ તે પારકાના માં સામે તાકી રહેવું પડે; વિરોધ કરવા જઈએ, ત્યારે પણ પારકા ઉપર સર્વ ધ્યાન દેવું પડે. એ જયને માર્ગ નથી. એ સર્વની પ્રબળ ઉપેક્ષા કરીએ તેજ મંગળસાધનનું મહાગૌરવ પ્રાપ્ત કરવામાં આપણે વિજયી થઈ શકીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com