________________
દેશનાયક
૩૦૦
- કૃત્રિમ કલ્પનાઓ કરવાને અવકાશ પણ નહિ, એ શત્રુમિત્ર સર્વને સખ્ત રીતે વીંધી નાખે. આ દેશવ્યાપી દુઃખના સંબંધમાં આપણે કે વ્યવહાર આચરીએ છીએ તે માપવાથી જ આપણા મનુષ્યત્વનું સાચું માપ થશે. આ દુઃખના કાળા કઠણ કસોટી પથ્થર ઉપર આપણે દેશનુરાગ જે ઉજળી રેખાઓ પાડે નહિ, તે નિશ્ચય જાણજો કે, એ સાચું સોનું નથી. જે સાચું નથી તેનું મૂલ્ય કેણ આપે? અંગ્રેજ એ વિષયને ઝવેરી છે, તેને છેતરશે શી રીતે ? આપણા દેશહિતૈષણાના ઉદ્યોગ ઉપર તેની શ્રદ્ધા શી રીતે બેસાડવી? પોતે આપીએ તેજ દાવો કરી શકીએ; પણ સાચું કહે, આપણે શું કર્યું છે? દેશના દારુણ દુઃખને દિવસે આપણામાંથી સુખી છે, તેઓ સુખમાં પડ્યા છે; જેમને અવકાશ છે, તેઓ આરામમાંથી જરા પણ દૂર થતા નથી; જે કંઈ ત્યાગ થયે છે તે એટલે થડે છે કે કહે પણ નકામે છે; જે કંઈ સહન કર્યું છે, તેના કરતાં અનેકગણું બૂમ પાડી છે. .
આનું કારણ શું ? એનું કારણ એ કે, આજ સુધી પારકાને બારણે માથું ફોડવાની ચર્ચા કર્યા કરી છે, સ્વદેશસેવાની તે ચર્ચા કરી નથી. દેશનું દુઃખ તે, ગમે તે વિધાતા, ગમે તે સરકાર દૂર કરશે એ વિશ્વાસે રહ્યા છીએ. આપણે એકઠા થઈએ, વ્રત લઈએ અને એ કાર્ય કરવા મંડી પડીએ, એ વાત તો આપણે અકપટભાવે આપણી પિતાની પાસે પણ સ્વીકારતા નથી. આથી દેશના લેકની સાથે આપણું હૃદયને સંબંધ બંધાય ના; દેશના દુઃખની સાથે આપણા પ્રયત્નોને જોગ જામે ના; વાસ્તવતાની ભીંત ઉપર દેશાનુરાગ જામે ના એટલાજ માટે ફંડનું પાનીઉં લઈ મફત રખડી મચે ને કામ પડયે કે ઉત્તર પણું દે ના.
વીસ વર્ષ ઉપર, પ્રેસીડેન્સી કેલેજના તે વખતના અધ્યાપક ડૉકટર શ્રીયુત પ્રસન્નકુમાર રાય મહાશયને ઘેર છાત્રસમેલન થયું હતું, તે વખતે જે ગાન ગવાયું હતું, તેને એક ભાગ નીચે ઉતારૂં છું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com