________________
પરિશિષ્ટ
૨૦૧
ધસી આવે છે. પ્રાચીન શાસકારોના સમયમાં એ પ્રશ્ન જ ઉપસ્થિત થ ન હતું, જે થયે હોત, તે હિંદુસમાજની સાથે એ સર્વ પરસમાજને અધિકાર પણ નક્કી કરત–એવું કરત કે જેથી પરસ્પર વિરોધ થાય નહિ. આજ વાતવાતમાં જુદા જુદા પક્ષે વચ્ચે જે કંધ જાગે છે, એ તંદ્ર જ આ અશાન્તિ, અવ્યવસ્થા અને દુર્બળતાનું કારણ છે.
જ્યાં એ ઠંદ્ર બહાર સ્પષ્ટભાવે નીકળી આવતું નથી, ત્યાં અંદર ઘુમાય છે. આ ક્ષયરોગ તે સામાન્ય રોગ નથી. આમ સમાજ બીજાની સાથેને પિતાને સંબંધ નક્કી કરવાને કંઈ પ્રયત્ન કરતો નથી; પિતાને ક્ષયરોગ નિવારવા પણ કંઈ પ્રયત્ન કરતો નથી. એની મેળે થાય છે એમ થવા દે છે; જ્યારે રોગ વધી જાય છે ને દુઃખ ઉભરાઈ આવે છે, ત્યારે માથે હાથ દઈ વિલાપ કરે છે; પણ આજ સુધી હલેસું ફેંકી દઈ વિલાપ કરીને પ્રવાહને કેઈ અટકાવી શકયું નથી; રેગનું ઔષધ વિલાપ ન હોય.
વિદેશી શિક્ષણે, વિદેશી સભ્યતાએ આપણું મનને, આપણી બુદ્ધિને જો આમ હરાવી દીધી ન હોત, તે આપણું સ્વાધીનતા એમ સહજે નાશ ન પામી જાત.
ભારે રોગથી જ્યારે રોગીનું મસ્તક વ્યાકુળ થાય, ત્યારે વૈદ્યને ભય લાગે. એનું કારણ કે, શરીરમાંના રોગને ચઢી વાગતા અટકાવવા માટેની વ્યવસ્થા તે મસ્તક જ કરી શકે. એ જે હારી ગયું તે વૈદ્યને જે મુખ્ય સહાયતા મળવાની તે ચાલી જાય.
પ્રબળ અને વિચિત્ર શક્તિશાળી યુપીય સભ્યતાએ આપણા મનને બહુ સહેજે હરી લીધું છે. એ મનજ સમાજનું મસ્તક છે, વિદેશી પ્રભાવને હાથે એ હારી જાય તે સમાજ પોતાની રક્ષા કરી શકે શી રીતે?
એમ વિદેશી શિક્ષાની પાસે સમાજને શિક્ષિત વર્ગ પિતાના હૃદય-મનને હારી બેઠે છે, તેથી જ કેઈ એને ગાળ દે છે, કે એની હાંસી કરે છે, પણ એ શાન્તભાવે વિચાર નથી કરતે કે આનું કારણ શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com