________________
શાહીવાદ
૨૩૯
કેટલે જૂને છે, અને પિલીટીસના જે પાયા ઉપર યુરોપની સભ્યતા ચણાઈ છે, તેમાં કેટલી ભયંકર નિર્દયતા છુપાઈ બેઠી છે
એથેનિયન્સ–“પરંતુ અમારે અને તમારે, આપણે જે વિચાર ધરાવતા હેઈએ તે સત્યપણે વ્યક્ત કરવા જોઈએ, તેમજ શકય હોય તેટલું જ ધ્યેય ધરાવવું જોઈએ. કારણ કે આપણું બન્ને સમાનપણે જાણીએ છીએ કે માનુષી બાબતેની ચર્ચામાં, જ્યાં જરૂરિયાતનું દબાણ એકસરખું હોય છે ત્યાં જ માત્ર ન્યાયને પ્રશ્ન આવી ઉભું રહે છે. અને તેમાં પણ જે બળશાળી હોય છે તેઓ શક્ય એટલું બધું મેળવવા મથે છે અને નિર્બળને તે આપવું જ પડે છે. x x x હવે આપણને સમજાશે કે આપણે આપણા સામ્રાજ્યના હિતને અર્થે આ બધું કરીએ છીએ. અને આપણે જે કહેવાનું છે તે એજ કે અમે માત્ર તમારા શહેરને રક્ષિત રાખવા માગીએ છીએ. કારણ કે ઓછામાં ઓછી મહેનતે અમે તમને અમારા બનાવવા માગીએ છીએ અને તમારે નાશ ન થાય તે આપણા બન્નેના ભલાને માટે જ છે.” ' મેલિયાને—“અમારા સ્વામી થવામાં કદાચ તમારું હિત હશે, પરંતુ અમે તમારા ગુલામ બનીએ તે શી રીતે બને?”
એથેનિયન્સ–“આથી તમને એ લાભ થશે કે અમને તાબે થવાથી તમારાં અનિષ્ટ દૂર થશે અને તમારા રક્ષણ માટે અમે સંપત્તિવાન થઈશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com