________________
જાય એ સ્વાભાવિક છે એટલે કે મત લેતાં આ હિસાબ કરનારની સંખ્યા વધારે નીકળે. પણ લોર્ડ કેબ્રિગે ક્ષમાની દિશામાં નજર રાખીને જે વાસ્તવનો હિસાબ કર્યો છે, તે હિસાબ વેરના હિસાબ કરતાં વાસ્તવને બહુ ઉંચી દષ્ટિએ-ગંભીર દીર્ઘ દૃષ્ટિએ ગણીને કર્યો છે.
પણ જેઓ ક્રોધે ભરાયેલા તેઓ તે બેલવા મંડી પડેલા કે, કૅનિંગની ક્ષમાનીતિ લાગણીવશતા છે, એનું વાસ્તવનું ભાન ગયું છે ને એને ભાવનાનું વાયુ લાગ્યું છે. હમેશાં એમજ થતું આવ્યું છે. અક્ષૌહિણી સેનાની સંખ્યામાં જ જે પક્ષ ગૌરવ માને, તે પક્ષ નારાયણને તરછેડીને પણ પોતાને સબળ માને, પણ જયલાભને જ જે વાસ્તવનું છેવટનું પ્રમાણ માનીએ તે નારાયણ એકલા ભલેને હો, ગમે એટલી નાની મૂર્તિ લઈને ભલેને એ આવે, તે પણ એ જ વિજય અપાવશે.
આટલી વાત કહેવાનું તાત્પર્ય એ છે કે, કેઈ પક્ષમાં જે સાચું વાસ્તવ છે તે ઉશ્કેરણને બળે કે લોકસંખ્યાને બળે માપી શકાય નહિ. શાન્તિ ધારણ કરતું વાસ્તવ નાનું ને જે વાસ્તવ મનુષ્યને ચાબુક મારી દેડાવે અને રસ્તે તપાસવા માટે પણ અવસર આપે નહિ એ વાસ્તવ મેટું, એ વાત આપણાથી સ્વીકારી શકાય નહિ.
“રસ્તો ને રસ્તાનું ભાથું” એ નિબંધમાં મેં બે વાતનું વિવેચન કર્યું છે. પ્રથમ તે ભારતવર્ષને માટે દેશહિત શું? એટલે કે દેશી કપડાં પહેરવાં ને પરદેશીને હાંકી કાઢો એ કે બીજું કંઈ ? બીજું એ દેશહિત સાધી શકાય શી રીતે? ભારતવર્ષનું સાચું હિત શેમાં છે, એ સમજવામાં આપણે પિતેજ વાંધા નાખીએ છીએ એમ નથી; અંગ્રેજને આપણા પ્રત્યેને વ્યવહાર એ સૌથી મોટા વાંધારૂપ થઈ પડે છે. અંગ્રેજ કઈ રીતે આપણી પ્રકૃતિને માનવપ્રકૃતિ માનવા ઈચ્છતું નથી. તેઓ તે માને છે કે, આપણે જ જ્યારે રાજા, ત્યારે તે જવાબદારી માત્ર આપણું જ; એમની જરા પણ નહિ. બંગાળાના એક ચાલ્યા ગયેલા અધિકારીએ ભા. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com