________________
૨૮૮
ભારતધામ
સ્થિતિ એણે સ્વીકારી છે; કારણ કે એ કાવ્યમાં એકીલીઝ મરાયેલા શત્રુના શબને રથે તાણ બાંધીને ટ્રયને માર્ગે ધૂળ ઉડાવતે ચાલ્યો, જ્યારે રામચંદ્ર તે હારેલા શત્રુને ક્ષમા આપી. ક્ષમા કરતાં હિંસા માનવચરિત્રને માટે વધારે વાસ્તવિક છે, એને અર્થ જે એજ હોય કે એનું કદ મોટું છે તે એ વાત કબૂલ થાય; પણ સ્કૂલ કદના પ્રમાણથી પણ વાસ્તવ સ્થિતિનું પ્રમાણ નીકળી શકે, એ વાત તે માણસથી કદી સ્વીકારી શકાય નહિ. એટલાજ માટે લેક ઘરભર્યા અંધારા કરતાં નાના સરખા એક દીવાને વધારે પસંદ કરે છે.
ગમે તેમ હોય, પણ એ વાત તો સાચીજ છે કે, માનવીના ઈતિહાસની અનેક સામગ્રીઓમાં કઈ મુખ્ય ને કઈ શૈણુ, હાલને સમયે સૌથી ઉપયોગી કઈ અને કઈ નહિ, તે એક વાર માત્ર આંખ ફેરવી ગયે નકકી કરી શકાય નહિ; અને બેશક, એ વાત તે સ્વીકારવી જ જોઈશે કે, ઉશ્કેરણને દિવસે ઉશ્કેરણીજ સૌથી મોટી લાગશે. રેગ થયો હોય ત્યારે જે વસ્તુ રોગ થવા જ ન દે એવી વસ્તુની વાત કરવી નકામી છે. એ સમયે માણસ સહેજે બેલી ઉઠે કે “રાખી મૂકે તમારી ધમની વાત !” એનું કારણ એ નથી કે, ધર્મ ખરેખરજ વાસ્તવ પ્રજનને માટે નકામે છે ને દુષ્ટ બુદ્ધિજ એના કરતાં વધારે ઉપચગી છે, પણ એનું કારણ એ છે કે, વાસ્તવ ઉપગિતા તરફ હું નજર કરવા ઈચ્છતો નથી, પણ વાસ્તવ સિદ્ધિલાભને જ હું તો કબૂલ કરું છું.
પણ સિદ્ધિલાભથી વાસ્તવને હિસાબ થોડાજ થઈ શકે? એના કરતાં ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને હિસાબ કરે વધારે જરૂર છે. ૧૮૫૭ના બળવા પછી જે અંગ્રેજેએ ભારતવર્ષને નિદયતાથી ખુંદવાની સલાહ આપેલી તેઓએ માનવચરિત્રના વાસ્તવને હિસાબ બહુ સાંકડા મનથી કરી નાખેલ. રેગ વખતે એ સાંકડે હિસાબ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com