________________
૮૬
ભારતધમ
તેમના અંતરમાં દેશનું હિત સાધવાની નિષ્ઠા છે એવી આપણી શ્રદ્ધા નાશ પામવાને કશું કારણ મળે નહિ, ત્યાં સુધી આપણે પરસ્પર શુ' કહેવાનુ છે તે ચાખ્ખી રીતે સમજી લેવાની જરૂર છે. પહેલેથી જ રાગ કરી બેસીએ, અથવા વિરાધી બુદ્ધિ લઇ બેસીએ ને વહેમ લાવીએ તે વખતે પેાતાની જ બુદ્ધિને છેતરવા જેવુ થઈ જાય. આછીવત્તી બુદ્ધિને કારણે જ મતભેદ થાય એવું તે કંઇ હમેશાં બનતું નથી. ઘણે ભાગે તે પ્રકૃતિફેરથી મતભેદ પડે છે, તેથી મતભેદને સહન કરવાથી પેાતાની બુદ્ધિનું અપમાન થાય છે એ વાત કદાપિ સાચી નથી.
આટલું વિવેચન કરીને હવે ‘ રસ્તા અને રસ્તાનુ ભાથું ' એ નિખ`ધે જે વિવેચન ઉભુ કર્યું છે એ ખાખત વળી વિશેષ લખું છું.
ܕ
સંસારમાં વસ્તુસ્થિતિ સાથે આપણે કદી જોગ રાખવા પડે છે, કદી તેની સાથે લડાઇ કરવી પડે છે. આંધળા થઈને ચાલવાથી કે ચતુરાઇ કરવાથી વસ્તુસ્થિતિને આપણાથી ઓળગી શકાય નહિ; એવી રીતે તેા નાનામાં નાનું કામ પણ આપણે કરી શકીએ નહિ.
એટલા માટે દેશહિતના સકલ્પ સબંધે જ્યારે આપણે તર્ક કરવા બેસીએ, ત્યારે એ તર્કની મેાટી વાતતા એજ કે, સકલ્પ ગમે એટલા માટા હોય અને ગમે એટલા સારા હોય તાપણુ વસ્તુસ્થિતિ સાથે એને મેળ છે કે નહિ એ તપાસી જોવું જોઇએ. ચેક ઉપર કેટલા રૂપિયાને આંકડો છે તે જોઇને રાજી થવાનુ નથી, પણ કયા શેઠને ચેક છે એ તપાસવાની જરૂર છે.
સડકટને સમયે જ્યારે કેાઇને સલાહ આપવાની હાય, ત્યારે છેક સાધારણ જ હાય એવી સલાહ આપવાથી ચાલે નહિ. કેાઈ માણસ ખાલી વાસણ સામે માથે હાથ મૂકીને એઠો હોય ને શું ખાવું ને કેમ કરી પેટ ભરવું એ ચિ’તાથી ઘેરાઇ પડયેા હાય, ત્યારે એને એવી સલાહ આપ્યું એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com